કોરોના થી દુઃખદ અવસાન પામેલા દૂધ મંડળીયો ના સેક્રેટરીઓના વારસસદારો ને પચાસ પચાસ હજાર રૂપિયા ના ચેક અર્પણ કરાયા

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની શ્વેતક્રાન્તિ સર્જતી સાબરડેરી દ્વારા ભિલોડા તાલુકાના કોરોના સમયગાળામાં કોરોના થી દુઃખદ અવસાન પામેલા દૂધ મંડળીયો ના સેક્રેટરીઓના વારસસદારો ને પચાસ પચાસ હજાર રૂપિયા ના ચેક અર્પણ કરાયા
સાબરડેરી દ્વારા અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકાની મોટી બેબાર, કરણપુર, દંતોડ અને મેરાવાડા દૂધ મંડળીયો ના સેક્રેટરીઓ કોરોના મહામારી માં દુઃખદ અવસાન પામેલા ના વારસદારો ને શામળાજી શીતકેન્દ્ર એમ પી ઓ વિભાગ ની ઓફિસમાં ભિલોડા તાલુકાના સેક્રેટરીઓ અને વારસદારો ની હાજરી માં ભિલોડા વિભાગ ના સાબરડેરી ના ડિરેકટર જેસિંગભાઈ પટેલ એમ પી ઓ ઇન્ચાર્જ હેમંતભાઈ પટેલ અને શીતકેન્દ્ર ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પી પટેલ ના હસ્તે એક વ્યક્તિ ને પચાસ હજાર રૂપિયા નો ચેક કુલ ચાર સેક્રેટરીઓ ને કુલ બે લાખ રૂપિયા ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા જેમા મોટીબેબાર દુધ મંડળી ના સેક્રેટરી સ્વ કોદરભાઇ વણકર કરણપુર દુધ મંડળી ના સેક્રેટરી સ્વ પુજાભાઇ પાન્ડોર દંતોડ દુધ મંડળી ના જીવાભાઇ પટેલ અને મેરાવાડા દુધ મંડળી ના ટેસ્ટર સ્વ પ્રકાશભાઇ પાન્ડોર આમ ચાર દુધ મંડળી ઓ ના મૃતક સેક્રેટરી ઓ ના વારસદારો ને સહાય ના ચેક અર્પણ કરવામાં આવ્યા આમ ખેડૂતો અને પશુપાલકો ની સંસ્થાએ મૃતકો ને ચેક અર્પણ કરી સરાહનીય અને પ્રસંશનીય કાર્ય કરતા પશુપાલકો એ બિરદાવી હતું આ પ્રસંગએ મોટી સંખ્યામાં સેક્રેટરીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.