ATM માં આવતા ગ્રાહકો સાથે ATM કાર્ડ બદલી ફ્રોડ કરતી ગેંગને પકડી પાડતી રાજકોટ તાલુકા પોલીસ.

ATM માં આવતા ગ્રાહકો સાથે ATM કાર્ડ બદલી ફ્રોડ કરતી ગેંગને પકડી પાડતી રાજકોટ તાલુકા પોલીસ.
Spread the love

રાજકોટ ગુજરાત રાજ્યમાં અલગ-અલગ શહેરમાં જઈ ATM માં આવતા ગ્રાહકો સાથે ATM કાર્ડ બદલી ફ્રોડ કરતી ગેંગને પકડી પાડતી રાજકોટ તાલુકા પોલીસ.

રાજકોટ ના તાલુકા પોલીસ મથકના P.I જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ P.S.I ડામોર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન A.S.I આર.વી.જાડેજા, હેડ કોન્સ. મોહસીનખાન મલેક, પોલીસ કોન્સ. અમીનભાઈ ભલુર અને ધર્મરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે ATM સેન્ટર ઉપર એક શંકાસ્પદ કારમાં ૪ શખ્સો બેઠા છે. અને તેઓ ATM માં પૈસા ઉપાડવા આવતાં વ્યકિતઓ સાથે શંકાસ્પદ વાતો કરે છે. જે હિન્દી ભાષી હોવાનું જણાય છે. તેઓ ATM સેન્ટર ખાતે કોઈ ફ્રોડ કે ગુનાહીત પ્રવૃત્તિ આચરવાના હેતુથી ચકકર લગાવે છે. જેવી ખરાઈ કરતાં HDFC BANK ATM સેન્ટર પાસે ૨ શખ્સ જોવા મળતાં જે ATM માં આવતા તમામ ગ્રાહકો ઉપર નજર રાખી શંકાસ્પદ હીલચાલ કરતાં જોવામાં આવતાં જે બન્ને શખ્સો મોટામૌવા સ્મશાન પાસે આવેલા HDFC ATM સેન્ટર પાસેથી કાર નંબર DD-3-C 2225 ૧૦ ATM રોકડ અને મોબાઈલ મળી રૂા.૧.૪૫ લાખના મુદ્દામાલ સાથે (૧) રાજુ ઉર્ફે કડી રામવલી યાદવ ઉ.૪૦ રહે. કૈલાશ રોડ સંતકૂપા રેસિડેન્ટ ૨૦૧ વલસાડ. (૨) પવનકુમાર રામચંદ્ર યાદવ ઉ.૩૦ રહે. સહયોગનગર સાઈ એપાર્ટમેન્ટ ફ્લેટ-૩૦૫ વલસાડ. ને ઝડપી લીધા હતા. બન્નેની પૂછપરછમાં તેઓ સુરસીંગ અને ગોવિંદ સુદર્શન સાથે રાજ્યના અલગ અલગ શહેરોમાં ATM સેન્ટરો પર ગ્રાહકો નાણા ઉપાડવા આવતાં હોય. જેઓ સાથે ફ્રોડ કરી ગ્રાહકોને ATM માંથી નાણા ઉપાડી મદદ કરી આપવાનું કહી મદદના બહાને ગ્રાહકના ATM કાર્ડનો પાસવર્ડ નંબર જાણી બાદમાં પોતાની પાસે રહેલું ATM કાર્ડ ગ્રાહકના ATM કાર્ડ સાથે બદલી નાણા ઉપાડી છેતરપીંડી આચરી અન્ય શહેરોમાં જતા રહેતા હોવાનું અને તે ATM કાર્ડ બદલી ફ્રોડ કરતી મૈથ્યુ ગેંગના સાગરીત હોવાનું જાણવા મળ્યું છે. CRPC કલમ-૧૦૨, ૪૧(૧)ડી મુજબ પોલીસે બન્નેની પૂછપરછ કરી કાનૂની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!