રાષ્ટ્રગીત નું અપમાન કરનાર બોડેલી ના પત્રકાર વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા ડભોઇ ના જાગૃત નાગરિકો એ આવેદન આપ્યું

રાષ્ટ્રગીત નું અપમાન કરનાર બોડેલી ના પત્રકાર વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા ડભોઇ ના જાગૃત નાગરિકો એ આવેદન આપ્યું.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ખાતે યોજાયેલ મહામહિમ રાજ્યપાલ ના કાર્યક્રમ માં રાષ્ટ્ર ગીત નું ગાન કરતી વખતે બોડેલી ના સ્થાનિક પત્રકાર બરકતુલ્લાહ ખત્રી પોતાના મોબાઈલ માં વ્યસ્ત હોય એવો વિડિઓ ખૂબ જ વાયરલ થયો હતો અને વિડિઓ માં આ બાબત સ્પષ્ટ જોઈ શકાય છે.રાષ્ટ્રગીત ના ગાન વખતે રાજ્યપાલ સહિત ના તમામ ઉપસ્થિત મહાનિભાવો જ્યારે ઉભા થઇ ને રાષ્ટ્ર ગીત નું માન જાળવતા હોય ત્યારે એક પત્રકાર તરીકે તેઓની ફરજ બને છે કે રાષ્ટ્રગીત નું સન્માન કરે.રાષ્ટ્રગીત વખતે પોતાની ખુરસી પર બેસી રહી મોબાઈલ માં વ્યસ્ત રહેતા પત્રકાર ની ગેરવર્તણૂક એ ખરેખર રાષ્ટ્રગીત નું અપમાન કહેવાય.જે અનુસંધાને આજરોજ ડભોઇ ના જાગૃત નાગરિકો દ્વારા રાષ્ટ્રગીત નું અપમાન થયું હોવાનું માલુમ થતા તેઓની લાગણી દુભાતા ડભોઇ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી રાષ્ટ્રગીત નું અપમાન કરનાર વિરુદ્ધ આર્ટિકલ 51 અ(૧) મુજબ મૂળભૂત ફરજો નું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવા હેતુ ગુનો દાખલ કરવામાં આવે જેથી આવનારા સમય માં અન્ય કોઈ ઈસમ આવી ગેરવર્તણૂક ના કરે અને રાષ્ટ્રગીત ની ગરિમા જળવાય તે હેતુ થી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
રિપોર્ટ:- ચિરાગ તમાકુવાલા
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947