કોડીનાર શહેરમાં બે સેવાભાવી સંસ્થાઓનાં પ્રમુખો નું સન્માન કરવામાં આવ્યું

કોડીનાર શહેરમાં બે સેવાભાવી સંસ્થાઓનાં પ્રમુખો નું સન્માન કરવામાં આવ્યું
આજ રોજ તારીખ:- ૧૫/૦૯/૨૦૨૧ નાં દિવસે કોડીનાર પોલીસ સ્ટાફ તેમજ કોડીનાર પી.આઈ. ચુડાસમા સાહેબ તેમજ પી.એસ.આઈ. પરમાર સાહેબ અને ડાંગર સાહેબ દ્વારા છેલ્લા ૪૦ વર્ષોથી ચાલી રહેલી સંસ્થાઓ શ્રી ગુરૂનાનક મંડળ કોડીનાર (પ્રમુખ શ્રી રમેશભાઈ બજાજ) અને હરિૐ સેવા ટ્રસ્ટ કોડીનાર (પ્રમુખ જે.કે.મેર નું સાલ ઓઢાડી અને મોંમેટો આપી અને સેવાઓને બિરદાવી અને સન્માન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા નું કાર્ય બીનવારસુ બોડી ને જે તે ઘર્મ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ તકે તેમાં ઉપસ્થિત કોડીનાર નગરપાલિકા સદસ્ય શ્રી નરેશભાઈ ડાભી, શ્રી ઉત્પલભાઈ દામોદ્રા (કારોબારી સદસ્ય ભા.જ.પા. અનુ.જાતિ મોરચો ગીર-સોમનાથ જીલ્લો), શ્રી ભુપતભાઈ ચૌહાણ (કારોબારી સદસ્ય ભારતીય જનતા યુવા મોરચા કોડીનાર શહેર) શ્રી રાજુભાઈ કારવાણી (કારોબારી સદસ્ય સિંધી સમાજ નવયુવાન મંડળ કોડીનાર શહેર), રવિ મેર, વગેરે લોકો રહ્યા હતા.
અને સેવાભાવી રમેશભાઈ બજાજ અને જે.કે.મેર(હરિૐ) એ સમસ્ત પોલીસ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો…
રિપોર્ટ રહીશ બાનવા કોડીનાર