પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમીતે ”સેવા અને સમર્પણ સપ્તાહ” અંતર્ગત ”રકતદાન કેમ્પ” કાર્યક્રમ યોજાશે

પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમીતે ”સેવા અને સમર્પણ સપ્તાહ” અંતર્ગત ”રકતદાન કેમ્પ” કાર્યક્રમ યોજાશે
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમીતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા ના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતન શિયાળ અને યુવા ભાજપ ટીમ દ્વારા તા.૨૫-૯-૨૦૨૧ને શનિવાર ના રોજ સવારે ૯-૦૦ થી ૧-૦૦ સુધી મ્યુનિસીપલ ગર્લ્સ સ્કુલ, નાના બસ સ્ટેશન પાસે અમરેલી ખાતે અમરેલી વિધાનસભા નો રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી મૌલિક ઉપાધ્યાય અને જગદીશ નાકરાણી તથા યુવા ટીમ દ્વારા સૌ કાર્યકર્તાઓને, આગેવાનોને, પાર્ટીના શુભેચ્છકોને તથા જાહેર જનતાને પધારવા ભાવ ભર્યું નિમંત્રણ છે.