તાલુકા સંઘના ભવનનું સ્‍વ.મોહનભાઈ નાકરાણી નામકરણ કરાયું

તાલુકા સંઘના ભવનનું સ્‍વ.મોહનભાઈ નાકરાણી નામકરણ કરાયું
Spread the love

તાલુકા સંઘના ભવનનું સ્‍વ.મોહનભાઈ નાકરાણી નામકરણ કરાયું

આજની સભા મળી તે પહેલા સંસ્‍થાના બીલ્‍ડીંગનું નામ સ્‍વ. મોહનભાઈ નાકરાણી ભવન રાખવામાં આવ્‍યું તેમજ તેઓના ફોટાનું અનાવરણ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, માર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, ડો. કાનાબાર તેમજ અગ્રણી ડો.પી.પી. પંચાલનાં વરદ્‌હસ્‍તે ઉપસ્‍થિત ડિરેકકટર, મહેમાનો અને કર્મચારીઓની હાજરીમાં કરવામાં આવેલ હતું.

સભાની કાર્યવાહી શરૂ કરતા પહેલા સંઘના પૂર્વ પ્રમુખ સ્‍વ.મોહનભાઈ નાકરાણીના દુઃખદ અવસાન નીમીતે સભામાં બે મીનીટ મૌન પાળીને શ્રઘ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ સંસ્‍થાના ઉપપ્રમુખ દલસુખભાઈ દુધાતે મહેમાનોનું સ્‍વાગત કરીને આવકાર્યા હતા અને પધારેલા મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

આજની સભાના પ્રમુખ સ્‍થાનેથી જયેશભાઈ નાકરાણીએ જણાવ્‍યું હતું કે, ચાલુ સાલે સંસ્‍થાના બોર્ડ ઓફ ડીરેકટર્સની ચુંટણી હતી તેમાં સમગ્ર બોર્ડ બિનહરીફ થયેલ છે તેમજ બોર્ડના તમામ સદસ્‍યોએ મારામાં વિશ્‍વાસ મુકી મને પ્રમુખ તરીકે સંસ્‍થાનું સુકાન તેમજ જવાબદારી સોંપેલ છે જેબદલ તે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.

તેમજ સંસ્‍થાએ સને 2020-2021 ના વર્ષમાં તમામ ખર્ચાઓ બાદ કરી રૂા.11.88 લાખ જેવો ચોખ્‍ખો નફો કરેલ છે. તેમજ સંસ્‍થાની સભાસદ મંડળીઓને 15 ટકા ડીવીડન્‍ડ જે છેલ્‍લાં વીસ વર્ષથી આપવામાં આવે છે તે આપવાનું જાહેર કરેલ હતું. આજની સભામાં સંસ્‍થાના ડાયરેકટર શંભુભાઈ દેસાઈએ એજન્‍ડા મુજબની કાર્યવાહી શરૂ કરી હતી અને એજન્‍ડા મુજબના તમામ ઠરાવો સર્વાનુમતે સભામાં મંજુર રાખવામાં આવ્‍યા હતા.

આજની સભામાં માર્કેટયાર્ડના પ્રમુખ પી.પી. સોજીત્રાએ જણાવ્‍યું હતું કે, મોંઘવારી અને વધતા જતા ભાવો અને વધતા ખર્ચાઓ કાઢતા સહકારી સંસ્‍થાને પોતાના પગ ઉપર ટકી રહેવું બહુ મુશ્‍કેલ છે. છતાં પણ તાલુકા સંઘે કરકસર, મુકત વહીવટ કરી 11.88 લાખ જેવો ચોખ્‍ખો નફો અને 15 ટકા ડીવીડન્‍ડ આપેલ છે જે બદલ જયેશભાઈ નાકરાણી અને તાલુકા સંઘના સમગ્ર બોર્ડ અભિનંદનને પાત્ર છે. તેઓએ વધુમાં માર્કેટયાર્ડ અમરેલી વિશે બહોળી માહીતી આપી હતી.

આજની સભામાં પરીવર્તન ટ્રસ્‍ટના પ્રમુખ શરદભાઈ ધાનાણી તેમજ તાલુકા કોગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરીએ વકતવ્‍ય આપી સ્‍વ.શ્રી મોહનભાઈ નાકરાણીને શ્રઘ્‍ધાંજલી અર્પણ કરી હતી. વયોવૃઘ્‍ધ વડીલ હરીબાપા સાંગાણીએ તેઓના પ્રવચનમાં સ્‍વ.શ્રી મોહનભાઈની ગેરહાજરી એસહકારી ક્ષેત્રમાં અને અમરેલી જીલ્‍લામાં મોટી ખોટ પડેલ છે જે કદી પુરાય તેમ નથી તેમ જણાવ્‍યું હતું.

તદ્‌ઉપરાંત જે.પી. સોજીત્રા, ચતુરભાઈ ખુંટ, જે.પી. ગોળવાળા, કાળુભાઈ રૈયાણી, નટુભાઈ સોજીત્રા, જે.પી. વઘાસીયા, રમેશભાઈ કોટડીયા, સાંગાભાઈ સાવલીયા, કીર્તીભાઈ ચોડવડીયા, મનસુખભાઈ નાકરાણી, બટુકભાઈ ખુંટ, મગનભાઈ લુણાગરીયા, બાબુભાઈ સોજીત્રા, દેવેન્‍દ્રભાઈ પાદરીયા, મધુભાઈ સાવલીયા, જંયતિભાઈ ચકરાણી તેમજ આર્કીટેક એન્‍જીનીયર વનરાજભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહેલા હતા.

અંતમાં આભારવિધિ સંસ્‍થાના સદસ્‍ય સાંગાભાઈ સાવલીયાએ કરી હતી અને હાજર રહેલા તમામ સહકારી કાર્યકરો, મંડળીના પ્રમુખ/મંત્રીઓ અને મહાનુભાવોનો આભાર માન્‍યો હતો તેમ એમ.ડી. વિઠલભાઈ તારપરાની યાદી જણાવે છે.

IMG_20210924_200254.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!