દામનગર ના છભાડીયા સેવા સહકારી મંડળી ની ૭૨ મી વાર્ષિક સાધારણ સભા મળી

દામનગર ના છભાડીયા સેવા સહકારી મંડળી ની ૭૨ મી સાધારણ સભા મળી આજ રોજ તા૨૪/૯/૨૧ ને સોમવારે સમય સાંજ ના ૫-૦૦ શ્રી છભાડીયા સેવા સહકારી મંડળી લિમિટેડ ની ૭૨ મી વાર્ષિક સાધારણ સભા છભાડીયા મુકામે મંડળીની નવી ઓફિસમાં મળે તેમાં મંડળીના મંત્રી શ્રી મહેશભાઈ શાંતિભાઈ પંડ્યા એ મંડળીના વાર્ષિક હિસાબો રજુ કરેલ નફાની ફાળવણી વિગેરે કામો એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરેલ મંડળીનો નફો તારીખ ૩૧/૩/૨૧ ના વર્ષનો નફો રૂપિયા ૬.૫૦૦૦૦ થયેલ તે નફાની ફાળવણી પેટા નિયમ મુજબ કરેલ સભાસદોને ૯ ટકા ડિવિડન્ડ જાહેર કરેલ છેલ્લા ૧૦ વર્ષ માં મંડળી નવ ટકા થી લઈને પંદર ટકા ડીવીડન્ડ ચુકવેલ છે. આજની સભામાં અધ્યક્ષ મંડળીના પ્રમુખ શ્રી શામજીભાઈ ભીખાભાઈ બારડ તથા વ્યવસ્થાપક કમિટી તથા બહોળી સંખ્યામાં સભાસદો હાજર રહેલ.અમરેલી જીલ્લા મધ્ય સહકારી બેંકના દામનગર શાખાના મેનેજર શ્રી હિતેશભાઈ માંગરોળીયા એ સહકારીતા.સંસ્કૃત. સંસ્કૃતિ.સામાજિક કુરીવાજ. પ્રાકૃતિક ખેતી. વિશે તળપદી ભાષામાં માહિતી આપેલ તથા બ્રાન્ચ ઇન્સ્પેક્ટર હિમાંશુભાઈ કાકડીયા તથા ધવલભાઇ ચોવટિયા એ મંડળી અને બેંક વિશે વિસ્તૃત માહિતી આપેલ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા