રાજકોટ માં કોંગ્રેસે મહાનગરપાલિકા તંત્રનું નાક કાપવા ‘ખાડા બુરો’ અભિયાન

રાજકોટ માં કોંગ્રેસે મહાનગરપાલિકા તંત્રનું નાક કાપવા ‘ખાડા બુરો’ અભિયાન
Spread the love

રાજકોટ માં કોંગ્રેસે મહાનગરપાલિકા તંત્રનું નાક કાપવા ‘ખાડા બુરો’ અભિયાન.

રાજકોટ માં ગેરેંટી વાળા રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. અને રોડ તૂટી ગયેલ છે. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા બુરો અભિયાન માં વોર્ડનં.૭ ના કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે મળી શહેરમાં આજરોજ કરણસિંહજી ચોક થી લાખાજીરાજ લાયબ્રેરી, કવી નાનાલાલ મેઈન રોડ પરના કોંગ્રેસ દ્વારા ખાડા બુરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં ખાડા ખબડા પડેલ હોય વરસાદ થયા ના આજે ૧૭ દિવસ જેવો સમય વીતી જવા છતાં દ્વારા કોઈપણ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસ પક્ષ ખાડા બુરવા નીકળેલ છે. રાજકોટ ના રાજમાર્ગો, મુખ્ય રસ્તાઓ સહિતના બધા રસ્તાઓની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે તેના કરતા ગામડા ના રસ્તાઓ પણ સારા હોઈ. ખરાબ રસ્તા ના કારણે લોકો સ્લીપ થઈ જાઈ છે ફેકચર થઈ જાય છે. કોંગ્રેસ સમિતિ ના આગેવાનો કાર્યકરોએ સાથે મળીને શહેરના મુખ્ય માર્ગ કરણસિંહજી ચોકથી લાખાજીરાજ લાયબ્રેરી તરફ જતા રસ્તા પરના ખાડામાં રેતી અને કપચી નાખી ને બુરવામાં આવ્યા હતા. જેથી આ ઘોર નિંદ્રા માં સુતેલું તંત્ર પદાધિકારીઓ હોય કે અધિકારીઓ જાગે. આ ખાડા બુરો અભિયાનમાં કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ, પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ આગેવાન જશવંતસિંહ ભટ્ટી, ઓબીસી વિભાગ ચેરમેન હિમાલયરાજ રાજપૂત, એસ.સી. ચેરમેન નરેશભાઈ સાગઠીયા, વોર્ડનં.૭ પ્રમુખ કેતનભાઈ જરીયા, ગોપાલભાઈ બોરાણા, પ્રતિક રાઠોડ, નારાયણભાઈ હીરપરા, સુરેશભાઈ ગરૈયા, સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ :  દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!