ડભોઈ ના પી.આઈ જે.એમ.વાઘેલા નો વિદાય સમારંભ યોજાયો

ડભોઈ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.આઈ જે.એમ.વાઘેલા નો વિદાય સમારંભ ડભોઇ પટેલ વાડી ખાતે રાખવામાં આવ્યો હતો.
જેમાં ડભોઇ ના તમામ ધર્મ ના અગ્રણીઓ,રાજકીય આગેવાનો,પત્રકાર મિત્રો,તેમજ પોલીસ સ્ટાફ ના સહકર્મી ઓ ઉપસ્થિત રહી તેઓને આવનારા દિવસો માં જ્વલંત કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
પોલીસ ઇન્સપેક્ટર જે .એમ વાઘેલા ના કાર્યકાળ ના 48 મહિના દરમિયાન દર્ભાવતી નગરીમાં હંમેશા શાંતિ અને સલામતી જળવાયી હતી તેમજ લોકો સાથે રહી કાયદાના ચુસ્ત પાલન સાથે સામાન્ય જનતાને તેઓ હંમેશા મદદરૂપ થતા.તેઓના 4 વર્ષ ના કાર્યકાળ દરમિયાન તમામ ધર્મ ના તહેવારો શાંતિ પૂર્વક અને હર્ષોલ્લાસ થી ઉજવાયા.આ પ્રસંગે ડભોઇ તાલુકા ડી.વાય.એસ.પી કલ્પેશ સોલંકી,ડભોઇ પી.એસ.આઈ પરમાર,પી.એસ.આઈ એચ, એમ.વાઘેલા, પી.એસ.આઇ દેવાંગીબેન પંડ્યા,સમગ્ર પોલીસ સ્ટાફ સહકર્મીઓ,દરેક સમાજ ના આગેવાનો,રાજકીય મિત્રો,પત્રકારો તમામ લોકો પી.આઈ.વાઘેલા ને વિદાય આપવા હાજર રહ્યા હતા અને તેઓનું ફુલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેઓને આવનારા દિવસો માં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપી હતી.
રીપોર્ટ :- રાજુ ઘેટી