જામનગર આર્યસમાજ ના આગેવાનો રાજ્યપાલ ની મુલાકાતે

જામનગર આર્યસમાજના પ્રમુખ દિપકભાઈ ઠકકર, માનદમંત્રી મહેશભાઈ રામાણી, ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદ નાંઢા એ તાજેતરમાં ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આર્ય સમાજ જામનગર અને તેના દ્વારા સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૫ વર્ષ સુધીનો ઈતિહાસ-પ્રવૃત્તિ-સુવિધા અને ભવિષ્યની યોજના અંગે માહિતી મેળવી રાજ્યપાલે હર્ષની લાગણી વ્યકત કરી હતી