લાલપુર ના પ્રોઢે બીમારી થી કંટાળી ઝેરી દવા ગટગટાવી

જામનગર જીલ્લાના સણોસરા ગામે માનસિક બીમાર આધેડએ બીમારીથી કંટાળી પોતાના હાથે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જીલ્લામાં આપઘાતનો વધુ એક બનાવ નોંધાયો છે. જેમાં લાલપુરના સણોસરા ગામે રહેતા જેઠાભાઇ દેવાભાઇ રાઠોડ (ઉ.વ.50) નામના આધેડને માનસીક બિમારી સહન થતી ન હેાય અને કંટાળીને પોતાના હાથે ઝેરી દવા પી જતાં જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયા તેમનું મૃત્યુ થયું હતું.
બીજા બનાવમાં કાલાવડના મોટી માટલી ગામે રસીક ચનાભાઇની વાડીએ રહેતા ગીરીશ ભાવસંગ મખોદીયા (ઉ.વ.22) નામના યુવાને કોઇપણ કારણેાસર ઝેરી દવા પી જતાં તેનું મૃત્યુ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.