જામનગર ની ટીટોડીવાડી વિસ્તાર માં પરિણીતા ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ ટીટોડી વાડી વિસ્તારમાં સિલ્વર સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ પોતાના હાથે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ પાછળની કારણ બહાર ન આવતા પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના ટીટોડી વાડી સિલ્વર સોસાયટીમાં રહેતી આશીયાનાબેન રાહીલભાઇ દરજાદા (ઉ.વ.21) નામની પરીણીતાએ પોતાના હાથે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપધાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક આશીયાનાબેન પોતાના કાકાજી સસરા સબીર ઓસમાણ દરજાદાના ઘરે રહેતા હતાં જયા તેમને ગળાફાંસો ખાધો હતો. જો કે ક્યા કારણોસર તેણીએ આ પગલું ભરી લીધું છે.
આ બનાવની જાણ થતા જ સીટી એ ડીવીજન પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળી, હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડી હતી. બનાવ પાછળનું કારણ જાહેર નહી થતા પોલીસે પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવા સહીતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.