જામનગર માં નારીશક્તિ નું ઉદાહરણ એવા સાંસદ પૂનમબેન માડમ દ્વારા જન્મદિન નિમિતે શહેર નિ જી.જી. હોસ્પિટલ ને પાંચ વ્હીલચેર ભેટ

હાલારના સંસદ સભ્ય પૂનમબેન માડમના જન્મદિવસે સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ પૂનમબેન માડમ દ્વારા દર્દીઓની સેવા-સુવિધા અર્થે પાંચ વ્હીલચેરની ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, સુપ્રિ. ડો. દિપક તિવારી, એડી. અધિક્ષક ડો. અજયભાઈ તન્ના, કોવીડ લાયઝન ડો. ચેટરજી એચ.આર.માડમ ટ્રસ્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.