રાજકોટ માં રાત્રીના સમયમાં પણ શહેરના વિવિધ રોડ-રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી કરવામાં આવી

રાજકોટ માં રાત્રીના સમયમાં પણ શહેરના વિવિધ રોડ-રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી કરવામાં આવી
Spread the love

રાજકોટ શહેર મહાનગરપાલિકાએ રાત્રીના સમયમાં પણ શહેરના વિવિધ રોડ-રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી કરી હતી.

રાજકોટ માં વરસેલા ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં રસ્તાના મેટલ મોરમ પેચ વર્ક, ડ્રેનેજ મેનહોલ ડીશિલ્ટીંગ, પાની નિકાલ અને મોરમ પાથરવા સહિતની કામગીરી રાત્રીના સમયમાં પણ કરવા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાના આદેશ અનુસાર વરસાદ પહેલા ચાલુ વરસાદે અને વરસાદ બાદ તુરંત જ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મેનપાવર વધારી રાત્રે પણ રોડ-રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી તાત્કાલિક કરવામાં આવી રહી છે. વરસાદનું પાણી સરળતાથી પસાર થઇ શકે તે માટે તાત્કાલિક ધોરણે મેનહોલ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આજે પણ જ્યાં જ્યાં આવશ્યકતા દેખાઈ તે તમામ રોડ રસ્તાનું રિસ્ટોરેશન કરવાની કામગીરી થઇ રહી છે. તેમજ ગઈકાલ રાતે જંગલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં કોર્પોરેશનાના અધિકારીઓ ખડે પગે રહી આશરે ૧૫૦ જેટલા લોકોનું શાળાનં.૭૦ માં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કમિશનરશ્રી આ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વરસાદના કારણે મેનહોલમાં ફસાયેલ કચરાને તાત્કાલિક સાફ કરવામાં આવેલ છે, પોપટપરા નાલામાં તાત્કાલિક સફાઈ કામગીરી કરવામાં આવી હતી તેમજ ચાલુ વરસાદે પણ સફાઈ કર્મચારી દ્વારા મેનહોલ ચોખ્ખી રાખવાની કામગીરી કરવામાં આવી હતી, જેનાથી વરસાદી પણ સરળતાથી વહી જાય અને પાણીનો સંગ્રહ ન થાય. વોર્ડનં.૨ માં ગાંધીજીના સ્ટેચ્યુની સામેના વિવિધ વિસ્તારમાં, વોર્ડનં.૩ માં મોચી બજાર, કોર્ટ ચોક વિગેરે વિસ્તારો, વોર્ડનં.૭ માં સોનીબજારના વિસ્તારોમાં વિવિધ રોડ રિસ્ટોરેશનનની કામગીરી, વોર્ડનં.૧૭ માં સુભાષનગર સહિતના વિસ્તારો તેમજ વોર્ડનં.૧૪ માં ૮૦ ફૂટ રોડ ખાતે મેટલ/મોરમ પેચ કામ તથા પેવીંગ બ્‍લોક રીપેર કરવાની કામગીરી કરવામાં આવી છે. વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં જેવા કે વોર્ડનં.૧ ના દ્વારકેશ પાર્ક થી સોપાન હાઇટસ સુધીનો ડ્રીમ સીટીવાળો રોડ, રામાપીર ચોક થી રૈયાધાર E.S.R સુધીનો રોડ, રામાપીર ચોક થી રૈયાધાર E.S.R સુધીનો રોડ, લાખનાં બંગલાવાળો રોડ, પ્રજાપતિ વાડી સામે, રૈયાગામ-રવિરાજ ગેરેજ પાસે, વોર્ડનં.૮ માં નાનામવા ચોક, વેસ્‍ટ ઝોન ઓફિસવાળો રોડ, અક્ષર માર્ગ-પંચવટી હોલવાળો રોડ કોર્નર, વોર્ડનં.૯ માં રૈયા મેઇન રોડ, સાધુવાસવાણી રોડ, વોર્ડનં.૧૦ માં તોરલપાર્ક મેઇન રોડ, બી.ટી.સવાણી હોસ્‍પી.વાળો રોડ, કાલાવડ રોડ, ન્‍યારી E.S.R પાસે, પ્રદ્યુમન ટાવર્સ ટી.પી.રોડ, પોસ્‍ટ ઓફિસ-જુનો યુનિ. રોડ, રૈયા ટેલીફોન એકસ. ઇન્‍દીરા સર્કલ, નવો યુનિ. રોડ-સેન્‍ટમેરી સ્‍કુલ પાસે, વોર્ડનં.૧૧ માં વગડચોક થી સગુનચોક સુધી, સ્‍પીડવેલ ચોક થી જેટકો ચોક સુધી, ભીમનગર ચોક થી અંબિકા બ્રીજ, સિલ્‍વર ગોલ્‍ડ રેસી.વાળો રોડ, નાનામવા સર્કલ પાસે, મવડી ચોકડી, ઉદયનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ, આર.કે.પ્રાઇમ પાસે, વોર્ડનં.૧૨ માં મવડી મેઇન રોડ થી હરિદ્વાર સોસા. એપ્રોચ, ઉદગમ સ્‍કુલ થી ગોવિંદરત્‍ન વિગેરે વિસ્તારમાં મેટલ/મોરમ પેચ કામ તથા પેવીંગ બ્‍લોક રીપેર કરવાની કામગીરી કરવામાં આવી છે. ઈસ્ટ ઝોનના વિવિધ વિસ્તારો જેમાં આજી G.I.D.C ના મુખ્ય માર્ગો, વોર્ડનં.૧૮ માં કોઠારીયા વિસ્તારના વિવિધ વિસ્તારો, વોર્ડનં.૪ માં રાધા-મીર રોડ પર રોડ રિસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જે જે રસ્તા પર આવશ્યક જણાય છે તે તમામ રોડ રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. ગઈરાતે ભારે વરસાદના કારણે વોર્ડનં.૧૬ ના જંગલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં કોર્પોરેશનાના અધિકારીઓ ખડે પગે રહી આશરે ૧૫૦ જેટલા લોકોનું શાળાનં.૭૦ માં સ્થળાંતર કરવામાં આવેલ જે સવારે પાછા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. વોર્ડનં.૬ માં આવેલ રાંદરડા, પ્રદ્યુમનપાર્ક પાસે વરસાદી પાણી સરળતાથી વહી જાય તે માટે ગાંડીવેલ દુર કરી સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!