જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ગુમ થયેલ કિંમતી મોબાઈલ ફોન સહી સલામત પરત અપાવ્યો

*_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા રૂ. ૧૬,૦૦૦/-ની કીંમતનો ખોવાઇ ગયેલ મોબાઈલ ફોન જૂનાગઢ પોલીસ દ્રારા શોધી કાઢેલ._*_સાવલીયા વેદાન્સુ રાજકોટ ખાતે રહેતા હોય અને તા. ૨૬/૦૯/૨૦૨૧ના રોજ જૂનાગઢ ખાતે આવેલ હોય, શક્કર બાગથી બસ સ્ટેન્ડ ખાતે જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલા. ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનો MI કંપનીનો POCO X3 મોબાઇલ ફોન ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ, જેની કી. રૂ. ૧૬,૦૦૦/- હોય. તેમણે ઉક્ત મોબાઇલ ફોન પોતાની પરસેવાની કમાણીથી પાઇ પાઇ ભેગી કરી ખરીદેલ હોય, જે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમના મીત્રો વ્યથિત થઈ ગયેલ હતા. વેદાન્સુ દ્રારા આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પો.સ્ટે. દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
_જૂનાગઢ રેન્જના *ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે…_
_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઇ એન.આઇ.રાઠોડ , પો.કો. વનરાજસીંહ ચુડાસમાં, રઘુવીરભાઇ તેમજ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. વિક્રમ ચાવડા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, સાવલીયા વેદાન્સુ જે સ્થળેથી ઓટો રીક્ષામાં બેઠેલ તે સ્થળથી જ્યા રીક્ષામાંથી ઉતરેલ ત્યા સુધીના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા CCTV CAMERAમાં ઓટો રીક્ષાના નંબર GJ 18 AY 0259 શોધી કાઢેલ.*_
_*તે ઓટો રીક્ષાના નંબર આધારે રીક્ષા ચાલક યાસીન દાઉદભાઇ શેખાણી હોવાનુ શોધી કાઢવામાં આવેલ હતુ.* રીક્ષા ચાલકને પોલીસની ભાષામાં પૂછ પરછ કરતા તેમને ઉક્ત મોબાઇલ પોતાની રીક્ષામા હોવાનુ ધ્યાને આવતા પોતે લઇ લીધેલ હોવાનુ જણાવેલ. આજના યુગમાં માણસો પ્રામાણિકતા દાખવી, અન્ય વ્યક્તિનો મળેલો સામાન પરત આપે છે, તેવા સમયે રીક્ષા ચાલક યાસીન દાઉદભાઇ શેખાણીની દાનત બાબતે *જૂનાગઢ પોલીસ દ્વારા ઠપકો પણ આપેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા સાવલીયા વેદાન્સુનો MI કંપનીનો POCO X3 મોબાઇલ ફોન કે જેની કી. રૂ. ૧૬,૦૦૦/- છે, તે મોબાઇલ ફોન ગણતરીની કલાકોમાં સહી સલામત પરત કરેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો MI કંપનીનો POCO X3 મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને સાવલીયા વેદાન્સુએ જૂનાગઢ પોલીસનો આભાર* વ્યક્ત કર્યો હતો…._
*જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં સાવલીયા વેદાન્સુનો ૧૬,૦૦૦/- રૂ. ની કીમતનો ગુમ થયેલ મોબાઈલ ફોન સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે…._