જામનગરમાં કાલાવડ નાકા બહાર ટી-20 મેચ ઉપર સટ્ટો રમતો સટોડિયો ચડ્યો પોલીસ ની ઝડપ માં

જામનગરમાં કાલાવડ નાકા બહાર ટી-20 મેચ ઉપર સટ્ટો રમતો સટોડિયો ચડ્યો પોલીસ ની ઝડપ માં
Spread the love

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર જાહેરમાં મોબાઈલમાં દુબઈ યુ. એ.ઈ.માં ચાલતા ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો ઓનલાઈન મેચ નિહાળીને હારજીતના સોદા પાડતા 1 શખસને ઝડપી લીધો છે. જેમાં જામનગરના જ કપાત લેનાર એક શખસનું નામ ખુલતાં પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે.

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર ફેસકુલ આઈસ્ક્રીમ પાસે જાહેરમાં એક શખસ એક શખસ ઉભો રહીને પોતાના મોબાઈલમાં આવેલ ક્રિકેટ લાઈન ગુરૂ નામની એપ્લીકેશનમાં દુબઈ યુ.એ.ઈ.માં ચાલતા રોયલ ચેલેન્જ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે રમાતા ટી-20 મેચનું લાઈવ પ્રસારણ નિહાળીને હારજીતના સોદા પાડીને જૂગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી.

જે બાતમીના આધારે સીટી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો અને મોબાઈલ ફોત પર મેચરના રન્ફેર તથા હારજીતના સોદાઓ પાડતો મયુર ઉર્ફે ગલી નરશીભાઈ બોરસરા (રે.કાલાવડ નાકા બહાર ગોલારાણાના ડેલામા)ને ઝડપી લીધો હતો. તેના કબ્જામાંથી રોકડ રૂ.1800 તેમજ એક મોબાઈલ ફોન મળીનેરૂ56800નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેની પુછપરછ કરતાં જામનગર શહેરના સેતાવાડમાં રહેતો હાર્દિક સોની નામના શખસ પાસે કપાત કરાવતો હોવાની કબુલાત કરતાં પોલીસે તેને ફરાર જાહેર કરીને શોધખોળ આરંભી છે.

photo_1602954198321.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!