શહિદ ભગતસિંહને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાની માંગ : ભગતસિંહ ક્રાંતિ દલ દ્વારા કલેકટરને આવેદન

મોરબી : શહિદ ભગતસિંહને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવા બાબતે ભગતસિંહ ક્રાંતિ દલ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સંબોધીને કલેકટર જે. બી. પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ગત 23 માર્ચ, 2020 નાં રોજ “રન ફોર ભગતસિંહ” અભિયાન હેઠળ ભગતસિંહ ક્રાંતિ દળનાં પચીસ યુવાનોએ સોમનાથથી દિલ્હી સુધીની 2200 કિલોમીટરની સાઈકલ યાત્રા કરી એક લાખ જેટલાં નાગરીકોની સહી સાથે આ દેશનાં વીર સપૂત શહિદ ભગતસિંહ અને તેમના ક્રાંતિકારી સાથીઓને માનભેર શહિદનો દરજ્જો પ્રાપ્ત થાય તથા તેઓ ભારત રત્ન એવોર્ડ થી સન્માનિત થાય તેવું આવેદન નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રુબરુ પહોંચીને આપ્યું હતું. આ આવેદન પત્રમાં દર્શાવેલી તમામ માંગ તાત્કાલિક પૂર્ણ થાય તે માટે આજે ફરીથી નિવેદન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી શહિદ ભગતસિંહ અને તેમના ક્રાંતિકારી સાથીઓને ભારત રત્ન એવોર્ડ નહીં મળે ત્યાં સુધી અભિયાન ચાલુ રહેશે. સમગ્ર દેશવાસીઓનાં હૃદયમાં રહેલ આ વિચારને અનુમોદન આપી તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી