આપણે ક્યાં પદાર્થપાઠો યાદ રાખવા જેવા છે.

આપણે ક્યાં પદાર્થપાઠો યાદ રાખવા જેવા છે.
Spread the love

કોરોનાએ આપણે કેટલા મહત્વપૂર્ણ પાઠો શીખવ્યા છે. જેમ કે બહાર નહિ ઘરમા પણ આખી દુનિયા સમાયેલી છે. આપણે હમણા સુધી એમ માનતા હતા કે ઘરમા મહિલાઓને કઈ કામ હોતું નથી.આખો દિવસ મહિલાઓ ઘરમા ફ્રી જ હોય છે ફરજીયાત ઘરમાં રહેતા આપણે ખબર પડી કે ભાઈ આપણું ઘરમા કામ નહી ચોવીસ કલાક રાતદિવસ આપણી મા બહેનો પત્ની ખરેખર અનેક મોરચે ઝઝુમી હસતા મોઢે ઘરના તમામ નાનામોટા સભ્યોની એકેએક જરૂરિયાત પુરી કરે છે ખરેખર આપણી મા બહેનો પત્નીને નતમસ્તક વંદન.
આપણે સુરતીઓ આરામથી જીવીએ છીએ. પણ આપણે જોયું અનુભવયુ કે અચાનક આવેલી આફતે આપણે જબ્બર શારીરિક માનસિક અને આર્થિક ફટકો માર્યો છે. આપણે સુરતીઓ કોઈ પણ આફત મુશ્કેલીઓથી ડરીને ગભરાઈને બેઠા નથી અને બેસવાના નથી. આપણે સુરતીઓ દરિયાદિલી ખેલદિલી જિગરદારી ઉદારતા માટે જાણીતા છે. પણ આપણે કેટલીક વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે.
આપણે બધી વસ્તુઓ કરવી પણ મર્યાદા રાખવી લગ્નો સાદાઈથી પણ થઈ શકે છે. આપણે લાખો રૂપિયા બચાવી શકીએ છીએ. બહારના ચા પાણી સેવ ખમણ કે લોચો વગર પણ સવાર પણ પડી શકે છે. વગર બાઇક કે કાર વગર પણ આખા દિવસો પસાર થઈ શકે છે .પાન માવા ગુટખા કે દારૂ વગર પણ આરામથી જીવી શકાય છે.
આપના હાથોમા બ્રાન્ડેડ ઘડિયાળ કે ગોગલ્સ કે કપડા વગર પણ અર્ધા બરમુંડામાં પણ મજા આવી શકે છે.
આપણે 500 ની બેગ વાપરીએ કે 5000ની ખાસ કોઈ ફરક નથી પડવાનો. આપણે રોજ 500 વાપરીએ કે 5000 વાપરીએ એ બે વચ્ચેનો તફાવત સમજાઈ ગયો છે.
આપની પાસે આલીશાન રો હાઉસ હોય કે ચાર રૂમ વાળો ફ્લેટ હોય એકલતા તો સાલવાની જ છે. મકાનની વિશાળતાને માનસિક શાંતિ સાથે કોઇ લેવાદેવા નથી..
જે મજા લારી પર મિત્રો સાથે 5 રૂપિયાની કટીંગ પીવામાં છે તે 250 ની કોફી મોંઘી હોટલમાં પીવામાં નથી. જે મજા લારી પર મિત્રો સાથે 40/50 ના સમોસા ખમણ કે લોચામાં છે તે હજારો રૂપિયા ખર્ચી મોટી હોટલમા નથી.
રૂપિયા ખર્ચવાથી કયારે સાચો આનંદ મળવાનો નથી. આપણે ખોટો વટ કે રૂવાબ મારવામાંથી બહાર નીકળવાનું છે.
આપણી ઈજ્જત આપની સાદાઈ આપના સંસ્કાર છે. આપણી કેળવણી છે. આપણા શિક્ષણમાં છે ખાલી દેખાવ કે રૂપિયાથી કોઈનું મૂલ્ય ક્યારે પણ વધવાનું નથી આપણી વાણી વર્તન જ આપણા ચરિત્રની છાપ પાડે છે

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકા વાલા
સુરત

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!