રાજકોટ માં NSUI અને શહેર યુવક કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર કરી ચકકાજામ કર્યો.

રાજકોટ માં NSUI અને શહેર યુવક કોંગ્રેસના કાર્યકરોએ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સુત્રોચ્ચાર કરી ચકકાજામ કર્યો.
રાજકોટ માં NSUI ના પ્રમુખ રોહિત રાજપુત તથા યુવક કોંગ્રેસના મયુર વાંકએ જણાવેલ હતુ કે ઉતરપ્રદેશના લખીમપુરમાં ગૃહ રાજયમંત્રી અમીત મિશ્રા અને નાયબ મુખ્યમંત્રીની મુલાકાત સમયે ખેડૂત બીલનો લોકશાહી ઢબે વિરોધ કરી રહેલા ખેડૂતો પર ભાજપના કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીના પુત્રએ જાણી જોઈને તેની ગાડી ખેડૂતો પર ચડાવી દેતા હાહાકાર મચી જવા પામેલ છે. આ નરસંહાર દુર્ઘટનામાં ૫ થી વધુ ખેડૂતોના મોત નીપજેલ છે તેમજ ૧૦ થી વધુ ખેડૂતો-પોલીસમેનોને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાને વખોડી કાઢી જવાબદાર ભાજપના નેતાઓ સામે પગલા લેવા માંગ ઉઠાવવામાં આવી છે. રાજપુત-વાંકએ જણાવેલ છે કે શું આ લોકશાહી ઢબે વિરોધ દર્શાવતા ખેડૂતો કોઈ આતંકવાદી કે આવારા તત્વો હતા. આ નરસંહાર દુર્ઘટનાના ભોગ બનેલા ખેડૂતોના પરિવારજનોની મુલાકાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પ્રિયંકા ગાંધી મોડી રાત્રે ઉતરપ્રદેશ પહોંચ્યા હતા. આ મામલે ઉતરપ્રદેશની ભાજપ સરકારે હજુ પારદર્શક કાર્યવાહી કરી નથી તેમજ આ મામલો રફેદફે કરવા પ્રયાસ કરી રહી છે. આજે પણ દેશના અનેક રાજયના મુખ્યમંત્રીઓ અને સિનિયર નેતાઓ પીડીત પરિવારોને આશ્વાસન આપવા પહોંચે એ પહેલા યોગી સરકારે એરપોર્ટ પર પ્રતિબંધ લગાવી દિધો છે. આ કાર્યક્રમમાં યુવા કોંગ્રેસના મયુર વાંક, જીલ્લા NSUI ના પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા, મૌલેશ મકવાણા, જીત સોની, પાર્થ બગડા, રવિરાજ વાળા, જીત ડવ, સાર્થક રાઠોડ, યશ ભિંડોરા, મિહીર વાઘેલા, રાજ ઘોડાસરા સહિત કાર્યકરો જોડાયા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.