મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાતે રાજકોટ મહાનગરપાલિકા પદાધિકારીઓની ટીમ

રાજકોટ ma ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાતે રાજકોટ મહાનગરપાલિકા પદાધિકારીઓની ટીમ.
રાજકોટ માં ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની આજે બપોરે રાજકોટ મહાનગરપાલિકા પદાધિકારીઓની ટીમે મુલાકાત લીધી હતી. રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના કાર્યકાળના પ વર્ષમાં રાજકોટને વિકાસના હાઇવે પર મુકી દિધુ હતું. સરકાર અને મુખ્યમંત્રી માટે પૂરા રાજયની પ્રજા એકસમાન હોય છે. નવા મુખ્યમંત્રી પાસે પણ રાજકોટને આ જ અપેક્ષા છે. આજે તેઓનો સમય મળી જતા મહાનગરપાલિકા પદાધિકારીઓ ગાંધીનગર ગયા હતા. રાજકોટના યુવા ધારાસભ્ય અને પ્રધાન અરવિંદભાઇ રૈયાણીની હાજરીમાં મેયર ડો.પ્રદીપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, શાસકનેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળાએ તેમને મોમેન્ટો અર્પણ કર્યો હતો. મહાનગરપાલિકા વતી મુખ્યમંત્રીના ફોટો અને નામ સાથેનું આ સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.