રાજપીપલા આયોજીત દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ(હરીફાઈ )-2021યોજાશે

રાજપીપલા આયોજીત દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ(હરીફાઈ )-2021યોજાશે
લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9વર્ષથી જીવંત રાખવાનો પ્રેસ ક્લબ નર્મદાનો સ્તુત્ય પ્રયાસ
રાજપીપલા : નર્મદા જિલ્લામાઘણા વખતથી લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9વર્ષથી
પ્રેસ ક્લબ નર્મદા, રાજપીપલા દ્વારા જીવંત રાખવાનો સ્તુત્ય પ્રયાસથઈ રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે પ્રેસ કલબ નર્મદા,
રાજપીપલા આયોજીતઅને
સુરક્ષા સેતુ સોસાયટી (નર્મદા પોલીસ) પ્રાયોજીત અને
સ્વ. રત્નસિંહજી મહિડા ના સ્મરણાર્થે દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ(હરીફાઈ )-2021નું આયોજન તા 09.10.21 શનિવાર અને તા 10.10.21રવિવાર એમ બે દિવસ ઈનામી શેરી ગરબા હરીફાઈનું આયોજન કરેલ છે. જેનું ઉદ્ઘાટન તા 09.10.21 શનિવારના રોજ નવદુર્ગા હાઈસ્કૂલ, રાજપીપલા ખાતે સાંજે 07કલાકે રાખેલ છે. જેમાં સમારંભના ઉદ્ઘાટક અને મુખ્યમહેમાન તરીકે
શ્રી મનસુખભાઈ વસાવા(સાંસદશ્રી, ભરૂચ),
શ્રીમતી ગીતાબેન રાઠવા
(સાંસદશ્રી, છોટાઉદેપુર)તથા
શ્રી પી.ડી. વસાવા.(ધારાસભ્યશ્રી, નાંદોદ)તેમજ
સમારંભમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે
શ્રી ડી એ શાહ
(કલેકટરશ્રી, નર્મદા.)તથા
શ્રી હિમકરસિંહ
(જીલ્લા પોલીસ વડાશ્રી, નર્મદા)ની રહેશે. તેમજ
સમારંભના અતિથિવિશેષ તરીકે શ્રી ઘનશ્યામભાઈ પટેલ
(ચેરમેનશ્રી: નર્મદા સુગર, ભરુચ દૂધધારાડેરી, bjp નર્મદા ),શ્રી કૂલદીપસિંહ ગોહિલ (પ્રમુખશ્રી, નગરપાલીકા રાજપીપલા),
શ્રી એસ એન અસારી
(જિલ્લા રમતગમત અધિકારી શ્રી, નર્મદા ),શ્રીમતી રીનાબેન પંડ્યા(આચાર્યા :નવદુર્ગા હાઈસ્કૂલ, રાજપીપલા )ઉપસ્થિત રહેશે.એમપ્રેસ ક્લબ નર્મદા પ્રમુખ દીપક જગતાપ અને મંત્રી આશિક પઠાણની યાદી મા જણાવાયું છે
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા