વાહન ચોરી બાદ ઝઘડિયાની એક સોસાયટીમાંથી સોના, ચાંદીના,ઘરેણા તથા લેપટોપની ઘરફોડ ચોરી

વાહન ચોરી બાદ ઝઘડિયાની એક સોસાયટીમાંથી સોના, ચાંદીના,ઘરેણા તથા લેપટોપની ઘરફોડ ચોરી
ઉપરા છાપરી વાહન ચોરી બાદ ઝઘડિયાની એક સોસાયટીમાંથી સોના ચાંદીના ઘરેણા તથા લેપટોપની ઘરફોડ ચોરી થઈ છે.
૩૧ તોલા ચાંદી, ૧૨ તોલા સોનુ તથા લેપટોપ મળી ૬.૦૧ લાખની મત્તાની ચોરી થવા પામી છે.
ઝઘડિયા ટાઉનની એક સોસાયટીમા સોના ચાંદીના ઘરેણા તથા લેપટોપની લાખો મત્તાની ઘરફોડ ચોરી થવા પામી છે. ઝઘડિયા ટાઉનની રેવા રેસીડેન્સીમાં રહેતા ચંદ્રિકાબેન મહેન્દ્રભાઈ પટેલ ગત તા. ૫.૧૦.૨૧ના રોજ પોતાના મકાનને લોક મારી નર્મદા જિલ્લાના ઓરીવરખડ ગામે ગયેલ હતા, તે દરમિયાન ચંદ્રિકાબેનના બંધ મકાનને ઘરફોડ ચોરોએ નિશાન બનાવ્યું હતું. ચંદ્રિકાબેન બહારગામ હોય તે દરમિયાન આ દિવસોમાં અજાણ્યા ચોર ઈસમો એ તેમના બંધ મકાનનું લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. મકાનના બેડરૂમમાં આવેલ તિજોરી નો લોક કોઈ સાધન વડે તોડ્યું હતું. તિજોરીમાં રાખેલ સોના-ચાંદીના ઘરેણાં તેમજ લેપટોપની ચોરી કરી ચોરો લઈ ગયા હતા, જેમાં (૧) સોનાનો સેટ બુટ્ટી સાથે (૨) સોનાનું મંગળસૂત્ર બુટ્ટી સાથે (૩) સોનાની બુટ્ટી (૪) સોનાની લકી સોનાનો અછોડો નંગ બે (૫) સોનાની વીંટી (૬) ચાંદીના ૩૧ તોલા ના સાંકડા ૧ નંગ (૭) લેપટોપ ચોરી કરી લઇ ગયા હતા. કોઈ અજાણ્યા ઘરફોડ ચોર ઇસમો ચંદ્રિકાબેનના મકાનનું તાળુ તોડી તિજોરીમાં રાખેલ સોના ચાંદીના ઘરેણા તથા લેપટોપ મળી કુલ રૂપિયા ૬,૦૧,૦૦૦ ની મતાની ચોરી કરી લઇ ગયા હતા. જે બાબતે ચંદ્રિકાબેન મહેન્દ્રભાઇ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા