અમરેલી : રમત ગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની રાસ–ગરબા સ્પર્ધા યોજાઈ

રમત ગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની રાસ–ગરબા સ્પર્ધા યોજાઈ
પ્રાચીન, અર્વાચીન તથા રાસમાં કુલ ૧૧ ટીમોના ૨૦૦ કલાકારોએ કલાના કામણ પાર્થયા
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી ગજેરા સંકુલ ખાતે જિલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ હતી. વિવિધ સ્પર્ધાઓ પૈકી પ્રાચીન ગરબા સ્પર્ધામાં એસ.એલ.પી.ટી. બી.બી.એ કોલેજ, અર્વાચીન ગરબા સ્પર્ધામાં અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાસમાં જેસીંગપરા રાસ–મંડળે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રાચીન,અર્વાચીન તથા રાસ એમ કુલ ત્રણ વિભાગોમાં કુલ ૧૧ ટીમોએ જિલ્લાકક્ષાએ આયોજિત સ્પર્ધામાં ભાગ લઈને ૨૦૦ કરતા પણ વધારે કલાકારોએ પ્રાચીન-અર્વાચીન–રાસની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ સ્પર્ધામાં પ્રાચીન વિભાગમાં ગજેરા સંકુલની એસ.એલ.પી.ટી. મહિલા બી.બી.એ કોલેજ પ્રથમ સ્થાન, કે.પી. ધોળકિયા ઈન્ફોટેક કોલેજે દ્વિતીય સ્થાન જયારે તુન્ની વિદ્યામંદિર અમરેલીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. અર્વાચીનમાં અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ—પ્રથમ, શાંતાબેન ગજેરા શૈ.સંકુલ દ્વિતીય જયારે બી.એન.વીરાણી મા.અને ઉ.મા. શાળાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. રાસમાં જેસીંગપરા રાસમંડળે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમાર, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ શ્રી અમુલભાઈ પરમાર, પ્રવિણભાઈ ડાભી, સુનિલભાઈ પરમાર, મનસુખભાઈ ધાનાણી, લાલજીભાઈ ભીલ, વલ્લભભાઈ રામાણી, મગનભાઈ વસોયા, મુકેશભાઈ શિરોયા તથા સંલગ્ન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને સ્પર્ધકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપૉટ : ર્વિપુલ મકવાણા અમરેલી