છોટાઉદેપુર તાલુકાના કેવડી ગામમાંથી રૂ.37 લાખ ઉપરાંતનો ગાંજો ઝડપાયો

છોટાઉદેપુર તાલુકાના કેવડી ગામમાંથી રૂ.37 લાખ ઉપરાંતનો ગાંજો ઝડપાયો.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર પોલીસે ગાંજાનો ૩૭.૭૪ લાખ રૂપિયાનો જથ્થો ઝડપી પાડયો છે.ઝોઝ પોલીસ મથક હેઠળના કેવડી ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો ગાંજો.જેમાં 377 કિલો 400 ગ્રામનો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે.કેવડી ગામે ગાંજાની ખેતી કરાતી હતી તેને ઝડપી પાડવામાં આવી.જેમતાભાઈ કાગડાભાઈ રાઠવા અને કમલેશભાઈ નમલા ભાઈ રાઠવા રહેવાસી કેવડી,ઈટવાળા ફળિયા ની પોલીસે ધરપકડ કરી છે.
આ બંને આરોપીઓ ગાંજાની કરતા હતા ખેતી.પોલીસે ગાંજાની ખેતી કરતા ઇસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી.
રિપોર્ટ: નયનેશ તડવી છોટાઉદેપુર