રાજકોટ ના પોલીસ હેડકવાર્ટર ખાતે શસ્ત્રોનું પુજન કરી વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી

રાજકોટ ના પોલીસ હેડકવાર્ટર ખાતે શસ્ત્રોનું પુજન કરી વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટ માં પોલીસ દ્વારા પોલીસ મુખ્ય મથક ખાતે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર પ્રવીણકુમાર મીણા ઝોન-૧, નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા ઝોન-૨ અને શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશનર ઓ તથા પોલીસ ઇન્સ્પેકટર ઓ દ્વારા પ્રજાના રક્ષણ માટે પોલીસ મુખ્યમથક ખાતે રહેલ ૭.૬૨ M.M, ગલીલ સ્નાઇપર, ૭.૬૨ M.M, સ્નાઇપર રાઇફલ, ૫૫૬ M.M. ઇન્સાફસ L.M.J.રાઇફલ, ૫.૫૬ M.M. ઇન્સાસ રાઇફલ, ૭.૬૨ M.M. AK.47 રાઇફલ, 38 બોર રિવોલ્વર, ૯ M.M. પિસ્તોલ ગ્લોક, ગેસગન, ૭.૬૨ M.M. SLR રાઇફલ, ૯ M.M. કાર્બાઇન મશીનગન, બેનેટ નંબર-૧ શસ્ત્રો, વાહનો, અશ્વ તથા ડોગ ની વીધિવત પુજા કરવામાં આવેલ તેમજ રાજકોટ શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે તેવી પ્રાથના કરવામાં આવેલ હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.