વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળની પ્રશંસા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળની પ્રશંસા કરી
Spread the love
  • સુરતના છાત્રાલયના ઈ-લોકાર્પણ પ્રસંગે કડીના ઉદાહરણ રૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કડીની સર્વ વિદ્યાલય કેળવણી મંડળની પ્રશંશા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ આજે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છોકરાઓ માટે છાત્રાલયનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભૂમિપૂજન કર્યું હતું. કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વિજયાદશમી પર એક પુણ્યનું કાર્ય કર્યું છે. તેમણે સૌ ને દશેરાની શુભકામના પાઠવી હતી. ગુજરાત સરદાર પટેલના વારસાને આગળ વધારી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં જેમનો જન્મ થયો અને આજે ગુજરાતના દરેક ખૂણાઓમાં તેમને યાદ કરવામાં આવે છે એવાજ એક મહાપુરુષ હતા શ્રી છગનભા.

તેમનો દ્રઢ વિશ્વાસ હતો કે શિક્ષણ જ સમાજના સશક્તિકરણનું સૌથી મોટું માધ્યમ છે. તમે કલ્પના કરી શકો છો કે આજથી ૧૦૨ વર્ષ પહેલાં ૧૯૧૯ માં તેમને કડીમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના કરી હતી. આ છગનભાનું દૂરદ્રષ્ટી કાર્ય હતું. એ એમનું દ્રષ્ટી હતી, તેમનો જીવનમંત્ર હતો “ કર ભલા હોગા ભલા “ અને આવીજ પ્રેરણાથી આવનારી પેઢીઓના ભવિષ્યનું સર્જન કરતા રહ્યા. જ્યારે ૧૯૨૯ માં ગાંધીજી છગનભાના મંડળમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે “ છગનભા બહુ મોટું સેવાકાર્ય કરી રહ્યા છે તેમણે વધુને વધુ લોકોને પોતાના બાળકોને છગનભાના ટ્રસ્ટમાં ભણવા કહ્યું હતું.

૧૦૨ વર્ષ પહેલા છ વિદ્યાર્થીઓથી શરૂ કરેલી સંસ્થા આજે ૧૦ બાલમંદિરો, ૨૨ શાળાઓ, ૩૧ કોલેજો અને ૨૨ હોસ્ટેલો સાથે ૫૫૦૦૦ વિદ્યાર્થીઓનું વટવૃક્ષ બની સફળતાપૂર્વક જીવન ઘડતર કરી રહી છે. સંસ્થામાં આવેલા હજારો વૃક્ષો અને ફૂલછોડમાં પક્ષીઓના કલરવ વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસના મહત્વના વર્ષો પસાર કરી રહ્યા છે.૧૯૨૬ માં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ,કડીમાં સયાજીરાવ ગાયકવાડની સંસ્થા મુલાકાત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે “ તમારી સંસ્થા ઇંગ્લેન્ડની પબ્લીક સ્કુલ જેવું કાર્ય કરી રહી છે. હું ઈચ્છું છું કે મારા રાજ્યમાં આવી સંસ્થાઓ ગામે ગામ થાય “

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા દર વર્ષે અંદાજીત ૧.૫૦ કરોડની મીન્સ અને મેરીટ સ્કોલરશીપ આપવામાં આવે છે. જ્યારે જ્યારે સમાજમાં લોક જાગૃતિની જરૂરીયાત ઊભી થઇ ત્યારે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ હરહંમેશ સામાજીક સેવાના ભાગ સ્વરૂપે જાગૃતિ અભિયાનો થકી સામાજીક જાગૃતિ ફેલાવવામાં અગ્રેસર રહી છે. જેમાં રાષ્ટ્રભાવના માટેની શૌર્યયાત્રા (૧૫૧ ફૂટ લાંબા તિરંગા સાથેની યાત્રા) આજે પણ લોક માનસના સ્મૃતિમાં અંકિત છે. સરકારી વહીવટી તંત્ર સાથે રહી પાણી બચાવો, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, પર્યાવરણ બચાવો અભિયાન, બેટી બચાવો, વ્યસન મુક્તિ અભિયાન, સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો થકી એવોર્ડ પ્રાપ્તિ કરી ખ્યાતિપ્રાપ્ત કરી છે.

આપણે સૌ જાણીએ છીએ કે કોરોના પરિસ્થિતિ એક સમુદાય માટે નહિ પરંતુ સમગ્ર માનવજાત માટે નિર્ણાયક સમય હતો. ત્યારે સંસ્થાના “કર ભલા હોગા ભલા” નાં સૂત્રને સાર્થક કરવા કોવીડ કેર સેન્ટર, જરૂરીયાત મંદ નાગરીકો માટે ભોજન વ્યવસ્થા અને અનાજ સામગ્રી કીટોનું વિતરણ કરવામાં આવી. વર્ષ ૨૦૧૨ થી સતત દર વર્ષે રક્તદાન શિબિરોનું આયોજન કરી ૮૫૪૮ રક્તની બોટલો દ્વારા ઉત્તમ માનવસેવા કરવામાં આવે છે.

ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આપણા માનનીય પ્રધાનમંત્રીએ આજે રાષ્ટ્રને સંબોધિત કર્યું, ત્યારે અમારા પૂજ્ય છગનભા અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળની ભક્તિ અને યોગદાનને યાદ કરીને શિક્ષણ અને સમાજને સેવા આપવા માટે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ના તમામ સભ્યો કે જેમણે અમારા સ્વપ્નદ્રષ્ટાઓનું સૂત્ર “કર ભલા હોગા ભલા” અને “શિક્ષણ એજ સાચી સેવા” ને આગળ વધારવા માટે આજ સુધી હંમેશા અથાગ મહેનત કરી છે, તે તમામ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ પરિવાર તરફથી નરેન્દ્રભાઈ મોદીનો પ્રણામ સાથે આભાર માન્યો હતો.

સંસ્થાના મંત્રીશ્રી ડૉ.મણીભાઈ પટેલે જણાવ્યું હતું કે સંસ્થાના પૂર્વ કર્ણધારો પૂજ્ય છગનભા અને પૂજ્ય માણેકલાલ સાહેબની દીર્ધદ્રષ્ટીને પ્રણામ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર પ્રગટ કર્યો હતો.વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં હર્ષ અને ગૌરવની લાગણી ફેલાઈ છે કે તેઓ સર્વ વિદ્યાલય કેળવણી મંડળનો એક ભાગ છે.

IMG-20211016-WA0011.jpg

Anish Gaudana

Dhaval Gajjar

Right Click Disabled!