મોરબી રામધન આશ્રમનાં પ્રખ્યાત કથાકાર રતનબેને દિપયજ્ઞ કરીને ઉજવ્યો જન્મદિવસ

યજ્ઞ, ગાયોને ધાસચારો, મહાઆરતી, જરૂરીયાત મંદને પ્રસાદ સહીત ના સતકાર્ય થકી ઉજવ્યો જન્મદિન
મોરબી : મોરબીના સુ-પ્રખ્યાત રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના શિષ્ય બાળ વિદુષી રતનબેન (કથાકાર)ના જન્મદિન નિમિત્તે રામધન આશ્રમ ખાતે ગાયોને ધાસચારો, મહાઆરતી, યજ્ઞ, જરૂરીયાતમંદને પ્રસાદ,સહીત ના સહકાર્ય થકી અને દિપયજ્ઞ કરીને પોતાનો જન્મદિવસ ની ઉજવણી કરી હતી. આ તકે શિષ્ય પ્રખ્યાત કથાકાર રતનબેને મહંતશ્રી ભાવેશ્ર્વરી માતાજી ના આશીર્વાદ લઈને સંતો-મહંતો અને ભકતજનોએ રતનબેનને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવી હતી.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી