ઝઘડિયાની ખેતી બેંક માં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી

ઝઘડિયાની ખેતી બેંક માં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી.
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેન્ક લિમિટેડ ઝઘડિયા શાખામાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ખેતી બેંક ઝઘડિયા શાખાની આજરોજ તા. ૧૮.૧૦.૨૧ ના રોજ યોજાયેલ પ્રથમ શાખા સમિતિની બેઠકમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભુપતસિંહ ચંદ્રસિંહ ચાવડા રહે. સંજાલી તથા ઉપ પ્રમુખ તરીકે કિશોરસિંહ રામસિંહ સુણવા રહે. ધારોલી ની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ખેતી બેંક ઝઘડિયા શાખા સાથે સંકળાયેલા તથા સહકારી આગેવાનોએ વરણી થયેલ પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા