મોરવાડા મેઘાણીવાસ પ્રાથમિક શાળાના શિક્ષક વય-નિવૃત્ત થતાં વિદાય-સમારંભ યોજાયો

મોરવાડા મેઘાણીવાસ પ્રાથમિક શાળાના શિક્ષક વય-નિવૃત્ત થતાં વિદાય-સમારંભ યોજાયો.
વિદાય સમારંભમાં ભૂ.પૂ. શિક્ષણ-સચિવ શ્રી બીપીનભાઈ ત્રિવેદી,TPEO સહિત સમગ્ર સેન્ટરના શિક્ષકો,તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
સુઈગામ તાલુકાના મોરવાડા ગામની મેઘાણીવાસ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા લક્ષમણભાઈ જેપાલ વય-નિવૃત્ત થતાં તેમના સન્માનમાં ગુરુવારે મેઘાણી-વાસ પ્રા.શાળામાં વિદાય-સમારંભ યોજાયો હતો,જેમાં મુખ્ય મહેમાન ભૂ.પૂ. શિક્ષણ-સચિવ બીપીનભાઈ .કે. ત્રિવેદી, તાલુકા-શિક્ષણાધિકારી શ્રી પથુભાઈ માળી, જિલ્લા પ્રાથમિક શિક્ષક-મંડળીના ડિરેકટરશ્રી વિરપાલસિંહ ચૌહાણ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી માંનાભાઈ સુથાર, શૈક્ષણિક સંઘના પ્રમુખ શ્રી ભગવાનભાઈ પટેલ, વગેરે નામી-અનામી, હોદ્દેદારો,આચાર્યશ્રીઓ,આજુબાજુના સમગ્ર સેન્ટરના શિક્ષકશ્રીઓ,આગેવાનો, ગ્રામજનો,તેમજ નિવૃત્ત થનાર આચાર્ય શ્રી લક્ષમણભાઈ જેપાલ ના તમામ પરીવારજનો, સાગા-સબંધીઓ, તેમજ શાળા ના બાળકો વગેરે ઉપસ્થિત રહી વય નિવૃત થતા લક્ષમણભાઈ જેપાલને ભાવભીની બની વિદાય આપી હતી.
ઉપસ્થિત તમામ મહેમાનો,વડીલો,આગેવાનો, વગેરેનું છુટા ફૂલોથી લક્ષમણભાઈ જેપાલ દ્વારા સ્વાગત કરાયું હતું, તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજનને સફળ બનાવવાની સમગ્ર મહેનત ભુરજીભાઈ બારોટ સાહેબે તથા વિક્રમજી ઠાકોરે જહેમત ઉઠાવી હતી,
કાર્યક્રમના અંતે મેઘાણીવાસ પ્રાથમિક શાળાના હાલના આચાર્ય શ્રી ભુરજીભાઈ બારોટ સાહેબ દ્વારા આભારવિધિ કરાઈ હતી,અને તમામ ઉપસ્થિત લોકોએ સાથે ભોજન લઈ કાર્યક્રમને સફળ અને શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ:-જીતેન્દ્રસિંહ ઝાલા
મોરવાડા-સુઈગામ
બનાસકાંઠા.