અંબાજી પોલીસ ઊંઘતી રહી અને પાલનપુર થી આવેલી એલસીબી પોલીસે વિદેશી દારૂ પકડ્યો

અંબાજી પોલીસ ઊંઘતી રહી અને પાલનપુર થી આવેલી એલસીબી પોલીસે વિદેશી દારૂ પકડ્યો
Spread the love

હાલમાં વીદેશી દારૂની ભારે રેલમછેલ વધવા પામી છે ત્યારે બનાસકાંઠા એલસીબી પોલીસે અંબાજી ખાતેથી વીદેશી દારૂ પકડી કેસ દાખલ કર્યો છે ત્યારે અંબાજી પોલીસની કામગીરી સામે સવાલો થઈ રહ્યાં છે. શનિવારે રાત્રે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-673 કિ.રૂ.1,20,600/- તથા ઇનોવા ઞાડી સાથે કુલ મુદ્દામાલ 8,20,600/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા ની કામગીરી ઘણી સુંદર જૉવા મળી રહી છે.
જેમાં મહે.ડી.જી.પી.સા શ્રી ગુજરાત રાજ્ય નાઓ એ આપેલ પ્રોહી/જુગાર ડ્રાઈવ આધારે શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ અલ્પેશભાઈ તથા અ.હે.કોન્સ. નરપતસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, મહેશભાઈ, દિનેશભાઈ, ઈશ્વરભાઈ, પ્રકાશભાઈ, મફાભાઈ નાઓ અંબાજી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મેળવી એક ઇનોવા ગાડી નં. GJ-08-AJ-3123 માં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/બિયર નંગ-673/- કિ.રૂ.1,20,600/-તથા ઇનોવા ગાડીની કિ.રૂ.7,00,000/- એમ કુલ મુદામાલ કિ.રૂ.8,20,600/- ના મુદ્દામાલ સાથે ગાડી મૂકી ભાગી જનાર ગાડીનો ચાલક અજાણ્યો ઈસમ ભાગી ગયેલ જેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ અંબાજી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

 

રિપોર્ટ : અમિત પટેલ.અંબાજી

IMG-20211031-WA0011-0.jpg IMG-20211031-WA0012-1.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!