વંથલીમાં વકરતી ટ્રાફિક સમસ્યા સામે પોલીસની કડક કાર્યવાહી

વંથલીમાં વકરતી ટ્રાફિક સમસ્યા સામે પોલીસની આકરી કાર્યવાહી..
છેલ્લા ઘણા સમયથી વંથલીમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે જેને લઇ આગામી દિવાળીના દિવસોને ધ્યાને લઇ આજે વંથલીના મહિલા પી. એસ. આઈ એ.પી.ડોડીયા, તેમજ સ્ટાફ દ્વારા મનફાવે તેમ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી વંથલીની બજારોમાં પેટ્રોલિંગ હાથ ધરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા તેમજ આડેધડ વાહનો પાર્ક કરતા લોકો સામે આકરી કાર્યવાહી કરી 2 વાહન ડિટેઇન કરી 17 એન.સી. મુજબ ગુનો નોંધી રુ. 7700 નો દંડ વસુલવામાં આવ્યો હતો..પોતાના લાગતા વળગતા લોકોના વાહનો છોડાવવા રાજકીય આગેવાનો અને વેપારી આગેવાનો દ્વારા પોલીસને ભલામણ કરતા પોલીસે નમતું ન મૂકી કડક કાર્યવાહી કરી હતી.વંથલી પોલીસની આ ટ્રાફિક ઝુંબેશને લોકોએ બિરદાવી આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી કરે તેવું ઈચ્છી રહ્યા છે.
રિપોર્ટ : રહીમ કારવાત
વંથલી