તહેવારો બાદ પોલીસ કર્મીઓ વધુ જાગૃત બન્યા…કલાકોના સમય માં શામળાજી પોલીસએ 38 લાખનો દારૂ જપ્ત કર્યો

તહેવારો બાદ પોલીસ કર્મીઓ વધુ જાગૃત બન્યા…કલાકોના સમય માં શામળાજી પોલીસએ 38 લાખનો દારૂ જપ્ત કર્યો
અરવલ્લી જિલ્લો રાજસ્થાન ને જોડતો શરહદી જિલ્લો છે જ્યારે રાજસ્થાન માંથી ગુજરાત માં પ્રવેશવું હોય ત્યારે પહેલા અરવલ્લી જિલ્લા માંથી પસાર થવું પડતું હોય છે ત્યારે શામળાજી પોલીસ ને મોટી સફળતા મળી છે શામળાજી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન બે વાહન માંથી કુલ કિંમત રૂ 38,46,230 નો મુદ્દામાલ જપ્ત કર્યો
ગુજરાત માં હવે લગ્ન પ્રસંગોના સમયગાળા શરૂઆત થઈ છે ત્યારે અરવલ્લી જિલ્લાની રાજસ્થાન સરહદી બોડર પરથી શામળાજી પોલીસ વાહન ચેકીંગ દરમિયાન મોટી સફળતા મળી છે જ્યાં બોડર વિસ્તાર માં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તારે એક કાર માંથી વિદેશી દારૂ કુલ નંગ 958 જેની કિંમત રૂ 92,230 અન્ય મુદ્દામાલ સાથે રૂ 3,92,230 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ચોવીસ કલાક માં એક કાર અને એક ટ્રક કન્ટેનર માં વિદેશી દારૂ શામળાજી પોલીસે જપ્ત કર્યો હતો,જે ચેકીંગ દરમિયાન ટ્રક કન્ટેનરમાંથી વિદેશી દારૂ કુલ નંગ 6096 તેમજ કુલ મુદ્દામાલ કિંમત રૂ 34,54,000 મળી આવ્યો હતો આ શામળાજી પોલીસ ની મોટી સફળતા હતી જ્યારે ટ્રક કન્ટે કન્ટેનર ઈસમ ને પોલીસે ઝડપી પાડ્યો હતો અને કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો તેના સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
રિપોર્ટ : ગ્રીયા પટેલ ,મોડાસા