જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત ચેક અપાયા

જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત ચેક અપાયા
Spread the love

જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત ચેક અપાયા

જૂનાગઢ :  જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત ચેક ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામનું અદ્દભુત આયોજન તા.૨૩/૧૧/૨૦૨૧ના રોજ ડો.પી.વી.બારસિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.ચેતન ત્રિવેદીના હસ્તે બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી તૃપ્તિ કોરાટને કેસુડો હર્બલ શોપ પ્રોજેક્ટ માટે રૂા.૩૫,૦૦૦ નો ચેક તથા અત્રિ જોષી અને ઋષભ રાવલને આપુ ફોરેસ્ટ એપ પ્રોજેક્ટ માટે રૂા.૩૦,૦૦૦ નો ચેક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા એસએસઆઇપી ટીમ તથા  બહાઉદ્દીન કોલેજ પરિવાર દ્વારા જહેમત ઉઠાવી હતી.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!