માણાવદરના પીપલાણા ગામની કિશોરીઓને જુડો, લાઠી, દાવ સહિત સ્વ-રક્ષણની તાલીમ અપાઇ

માણાવદરના પીપલાણા ગામની કિશોરીઓને જુડો, લાઠી, દાવ સહિત સ્વ-રક્ષણની તાલીમ અપાઇ
ગામની ૯૦ કિશોરીઓને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમ સાથે કીટ અપાઇ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે. માણાવદર તાલુકાના પીપલાણા ખાતે ૮ દિવસીય તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગામની ૯૦ કિશોરીઓને જુડો, લાઠી, દાવ, ચુની દાવ અને અન્ય સ્વ-રક્ષણના દાવ સહિતની સ્વ-રક્ષણ દ્વારા કેવી રીતે પોતાને સલામત રાખી શકાય તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સહભાગી થયેલ તમામ કિશોરીઓને સેલ્ફ ડિફેન્સ કીટ અને આઇ.ઇ.સી. વિતરણ તેમજ પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા શક્તિ કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.