જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સેમ.-૫ની પરીક્ષાનો પ્રારંભ

જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સેમ.-૫ની પરીક્ષાનો પ્રારંભ
Spread the love

જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સેમ.-૫ની પરીક્ષાનો પ્રારંભ

–          પ્રથમ તબક્કામાં બે સેશનમાં ૭૩ કેન્દ્રો ઉપર કુલ ૨૧૮૩૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે: યુ.જી. સેમ-૫ તથા એલ.એલ.બી. સેમ-૫ (રેગ્યુલર તથા એક્સટર્નલ)ની પરીક્ષાનો સમાવેશ

–          વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી દ્વારા તથા સ્થળ ઉપર અનુભવી પ્રધ્યાપકોની સ્ક્વોડ દ્વારા નિરીક્ષણ થશે

–          માસ્ક પહેરવુંસેનીટાઈઝરનો ઉપયોગસોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું ચુસ્ત રીતે પાલન થશે : કુલપતિશ્રી પ્રો.(ડૉ.) ચેતન ત્રિવેદી

જૂનાગઢ : જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીને અનુલક્ષીને તથા સરકારની ગાઈડલાઈન્સ મુજબ તા.૨૩ નવેમ્બર ૨૦૨૧ થી યુ.જી. તથા એલ.એલ.બી. સેમેસ્ટર-૫ (રેગ્યુલર તથા એક્સટર્નલ)ની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં બે સેશનમાં ૭૩ કેન્દ્રો ઉપર કુલ ૨૧,૮૩૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોવિડ ગાઈડલાઈન્સ જેવી કે માસ્ક પહેરવું, સેનીટાઈઝરનો ઉપયોગ, સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું દરેક કેન્દ્ર ઉપર ચુસ્ત રીતે પાલન કરવામાં આવશે.

પરીક્ષાઓમાં બી.એ., બી.એ.(હોમ સાયન્સ)બી.કોમ.બી.સી.એ.બી.બી.એ.બી.આર.એસ.બી.એસ.ડબલ્યુ.બી.એસસી.બી.એસસી.(હોમ સાયન્સ)બી.એસસી.(આઈ.ટી.)બી.એસસી.(ફોરેન્સીક સાયન્સ)એલ એલ.બી.બી.એ.(એક્સટર્નલ)તથા બી.કોમ(એક્સટર્નલ)નો સમાવેશ થાય છે. તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા યોજાય અને ગેરરીતિને અવકાશ ન રહે તે માટે યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી મોનિટરીંગ દ્વારા તથા વિવિધ કેન્દ્રો પર અનુભવી પ્રધ્યાપકોની સ્ક્વોડ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે. ઉપરાંત યુનિવર્સિટીના એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યો દ્વારા ફ્લાઈંગ સ્ક્વોડ રૂપે વિવિધ કેન્દ્રો ઉપર નિરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષા આપના તમામ વિધાર્થીઓને કુલપતિશ્રી પ્રો. ચેતનભાઈ ત્રિવેદીએ શુભેચ્છા પાઠવી છે. 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!