અંબાજી મંદિર મા પ્રથમ વખત 71 ફ્રુટ- ડ્રાયફ્રુટનો અન્નકુટ યોજાયો, કેટલાક ફ્રૂટ વિદેશના

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે આ અંબાજી મંદિર ઉપર 358 સુવર્ણ કળશ લાગેલા છે અને હાલમાં પણ વિવિધ ભક્તો દ્વારા અંબાજી મંદિરમાં સોનાનું દાન આપવામાં આવે છે આજે અંબાજી મંદિરમાં મુંબઈના એક માઇ ભક્ત દ્વારા 350 ગ્રામ સોનાના બિસ્કિટ અર્પણ કરવામાં આવ્યા હતા જેની કિંમત 16 લાખ 50 હજાર રૂપિયા થાય છે. ગુરુવારે અંબાજી મંદિરમાં તલોદ અમદાવાદના માઈભક્તો દ્વારા 51 પ્રકારના ફ્રુટ અને 20 પ્રકારના ડ્રાયફુટ નો અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો હતો.
અંબાજી મંદિરની હવન શાળામાં બે દિવસ નવચંડી યજ્ઞ પણ તલોદ અમદાવાદના માઇ ભક્ત દ્વારા યોજાયો હતો .અંબાજી મંદિર હવનશાળાના નીલેશભાઈ શાસ્ત્રી ની આગેવાનીમાં આ નવચંડી યજ્ઞ શાસ્ત્રોક્ત વિધી વિધાનથી પૂર્ણ થયો હતો. અમદાવાદના કિશનભાઇ માટલીયા અને તેમની પત્ની બિંદીયાબેન માટલીયા સહીત તેમના પરિવારના લોકો મંદિર ખાતે હાજર રહ્યા હતા. વહેલી સવારે અંબાજી મંદિર ખાતે વિવિધ રંગબેરંગી ફૂલો દ્રારા મંદિર ને શણગારવામાં આવ્યું હતું. બપોરે અંબાજી મંદિર ખાતે માતાજી સમક્ષ વિવિધ ફ્રુટ અને ડ્રાયફ્રુટ નો અન્નકુટ અંબાજી મંદિર ના ઈતિહાસ મા પ્રથમ વખત યોજાયો હતો. અન્નકુટ આરતી પણ કરવામાં આવી હતી.
@@ કેટલાક ફ્રૂટ વિદેશના @@
અંબાજી મંદિર ખાતે પ્રથમ વખત 71 ફ્રૂટ ની અલગ અલગ વાનગીઓનો અન્નકુટ યોજાયો હતો. જેમાં 51 પ્રકારનાં ફ્રૂટ અને 20 પ્રકારનાં ડ્રાયફ્રુટ ની અલગ અલગ વસ્તુઓ હતી. કેટલાક ફ્રૂટ તો વિદેશ થી આવ્યા હતા. બોલ મારી અંબે જય જય અંબે નો નાદ પણ ગુંજી ઉઠ્યો હતો.