સાબરકાંઠા જિલ્લાના બાળ સંભાળ ગૃહની સરપ્રાઇઝ વિઝિટ કરતા ઇન્દ્રજીતસિંહ

સાબરકાંઠા જિલ્લાના બાળ સંભાળ ગૃહની સરપ્રાઇઝ વિઝિટ કરતા ઇન્દ્રજીતસિંહ
Spread the love

સાબરકાંઠા જિલ્લાના બાળ સંભાળ ગૃહની સરપ્રાઇઝ વિઝિટ કરતા ઇન્દ્રજીતસિંહ

હિંમતનગર : ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીના પ્રોગ્રામ મેનેજર ઇન્દ્રજીતસિંહે સાબરકાંઠા જિલ્લાના બાળ સંભાળ ગૃહની સરપ્રાઇઝ વિઝિટ કરી

સાબરકાંઠા  જિલ્લાના બાળ સંભાળ ગૃહની ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી – ગાંધીનગરના પ્રોગ્રામ મેનેજર, ઇન્દ્રજીતસિંહે  સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.
જેમાં સંસ્થાના નિરીક્ષણ દરમિયાન જે.જે. એકટ – ૨૦૧૫ અને રૂલ્સ- ૨૦૧૯ મુજબ સંસ્થા માં બાળકો ને આપવામાં આવતી જરૂરિયાત ની ચીજવસ્તુઓ તેમજ સંસ્થા ના કેમ્પસ ની મુલાકાત કરી હતી ઉપરાંત બાળ અદાલત – સાબરકાંઠાના જજ  અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન વિનાયક મહેતા સાથે રૂબરૂ મુલાકાત કરી સાબરકાંઠા ના બાળકો ના કેસો અંગે ચર્ચા કરી પેન્ડિગ કેસો નો નિકાલ કરવા ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા સમાજસુરક્ષા અધિકારી મહેશ પટેલ – સાબરકાંઠા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સુરેશ પાંડોર, બાળ કલ્યાણ સમિતિના સદસ્યા જાનકીબા રહેવર તથા મહેન્દ્રસિંહ રહેવર તથા સંદિપભાઇ ભાવસાર સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે બાળકો માટે કરેલ કામગીરી અને યોજનાકીય પ્રચાર- પ્રસાર અંગે વિગતવાર માહિતી પુરી પાડી. હતી.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!