કેશોદમાં નિરાધાર -વૃદ્ધ બળદની વ્હારે આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ -ગૌરક્ષાદળ-કેશોદ

કેશોદમાં નિરાધાર -વૃદ્ધ બળદની વ્હારે આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ -ગૌરક્ષાદળ-કેશોદ
વિશ્વ હિન્દુ પરિષદ-ગૌરક્ષાદળ દ્વારા એક મહિના માં રખડતા ભટકતા અને નિરાધાર વૃદ્ધ બીમાર બળદો ને પકડી ને ગૌશાળા માં મૂકી સહારો આપી રહ્યું.કેશોદ પંથકમાં વાવણી ની સિઝન પુરી થતા અમુક નિર્દય ખેડૂતો દ્વારા વાવણી કરી બળદ ને કાઢી મુકવામાં આવે છે અને તે બળદ રસ્તા પર રઝળતા જોવા મળતા હોય છે રોડ અકસ્માતના બનાવો પણ બનતા હોય છે .ત્યારે આજ રોજ તા.28-11-2021 ના કેશોદ વી.હી.પ.ગૌરક્ષાદળ દ્વારા 7 *(સાત)* જેટલા વૃદ્ધ બળદને જૂનાગઢ સ્થિત એક ગૌ શાળામાં સુરક્ષિત મુકવામાં આવ્યા હતા અને તા.10-10-2021 થી આજસુધી એક મહિના માં *56* જેટલા ગૌવંશ ને સુરક્ષિત જગ્યાએ ખસેડી કતલખાને જતા બચાવ્યા.આ સેવાકીય કાર્યમાં ગૌરક્ષાદળ ઉપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા અને તેમની ટીમના સદસ્યો દ્વારા આ કાર્ય ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે અને ધન્યવાદ ને પાત્ર બની રહ્યા છે.
રિપોર્ટ:-શોભના બાલસ કેશોદ