અંબાજી મંદિર ખાતે સુરક્ષા જવાનો ની સુંદર કામગીરી

ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે બારેમાસ માઇ ભકતો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે કેટલાક માઇ ભકતોની સોના ચાંદી જેવી વસ્તુઓ પડી જવાથી આવી વસ્તુઓ સુરક્ષા કર્મીઓ દ્વારા પરત અપાય છે આવોજ એક બનાવ મંગળવારે બપોરે મંદિર પરિસર ખાતે બન્યો હતો.
અંબાજી મંદિર થી મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિર ખાતે 30/11/2021 ના રોજ બપોરે 12: 30 કલાકે સુરતના મમતાબેન સતીષભાઈ પટેલની 10 ગ્રામ સોનાની ચેન પીત્તળ ગેટ નારિયળ સ્ટેન્ડ પાસે પડી ગઈ હતી જે ચેન જીઆઇએસએફએસ ના જવાન ભરતભાઈ પ્રજાપતી (ભલો) ને મળતા તેમને પોલીસ કંટ્રોલ રૂમમા પીએસઆઇ આર કે વાણીયા સહેબ પાસે જમા કરાવી હતી. જે બાદ એકાઉન્સ કરાવવામાં આવ્યું સાથે સુરક્ષા જવાનો ના વોટસઅપ ગ્રુપ માં પણ માહીતી મુકવામાં આવી હતી જે બાદ 50 હજારની સોનાની ચેન મૂળ માલિકને પરત આપવામાં આવી હતી. આમ અંબાજી મંદિર ના સધન સુરક્ષા જવાનો અને આખા સ્ટાફની સુંદર કામગીરી જોવા મળી હતી