રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં કમોસમી ભારે વરસાદથી ખેતીના પાકને મોટો ફટકો

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં કમોસમી ભારે વરસાદથી ખેતીના પાકને મોટો ફટકો
Spread the love

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં કમોસમી ભારે વરસાદથી ખેતીના પાકને મોટો ફટકો

કપાસ, તુવેર,ઘઉં, શાકભાજી,શેરડીના પાકને નુકશાન

કોરોના પછી છેલ્લા બે માસમાં બબ્બે વાર માવઠા, કમોસમી વરસાદની માર થી ખેડૂત ચિંતિત

રાજપીપલા, તા 1

આજે રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાંઅચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો. અને ગત મોડી રાતથી જ અચાનક કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો. આખી રાત ભર શીયાળે વરસાદ પડવો શરૂ થયો હતો. અને આજે સવારથી જ આખો દિવસ સતત ભારે વરસાદ તૂટી પડતા ભર શિયાળે ચોમાસાનો માહોલ છવાયો હતો.

જેમાં ખાસ કરીને કમોસમી ભારે વરસાદથી ખેતીના પાકને મોટો ફટકો પડયો છે. જેમાં આ માવઠાથી કપાસ, તુવેર,ઘઉં, શાકભાજી,શેરડીના પાકને નુકશાન થયાંના અહેવાલ છે.
કોરોના પછી છેલ્લા બે માસમાં બબ્બે વાર માવઠા, કમોસમી વરસાદના માર થી ખેડૂતો ચિંતિત બન્યા છે.

હાલ કપાસની સિઝન
પૂરબહારમાં ખીલી ઉઠી છે. નર્મદા માં ચાલુ સાલે કપાસનો મબલખ પાક થયો છે.
ખેડૂતોના ખેતરમાં કપાસ તૈયાર થઈને નીકળી રહ્યો છે. આવા સમયે વરસાદ થી કપાસ પલળી જતા કમોસમી
વરસાદ થી કપાસ પાકને
ભારે નુકસાન થવાપામ્યું હતું.કપાસના ભાવ પણ
સારા મળી રહ્યાં છે.ત્યારે આ બગડેલા કપાસથી ખેડૂતોને નુકશાન થવાથી ભારે ચિંતિત બન્યા છે. એ ઉપરાંત તુવેરના છોડઉપર પણ પુષ્કળ પ્રમાણમાં પીળાંખીલેલા ફૂલો તુવેરનો પાકપણ બગડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. તુવેર, પાપડી
અને શાકભાજીના પાકને પણ નુકશાન થયું છે. ફુલો ખરી પડ્યા હતા.

આજે ખેતરોમાં પાણી ભરાવાથી ખેતીના પાકને નુકસાન થતા ચિંતિત બનેલા ખેડૂતો પોતાનો પાક બચાવવા ખેતરોમાં નીકળ્યા હતા પણ ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાથી અંદર જઈ શક્યા નહોતા. અને ખેડૂતો ઉભો પાક બચાવવા જોતરાઈ ગયા હતા.
હાલ શિયાળાની ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે કમોસમી વરસાદી માહોલથી વાતાવરણ બરફ જેવું ઠંડુ થઈ જતા લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!