ગાંધીધામ ખાતે વિશ્વ એડ્સ દિવસ અને બી. એસ.એફ. સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

ગાંધીધામ ખાતે વિશ્વ એડ્સ દિવસ અને બી. એસ.એફ. સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
ડિસેમ્બરના પ્રથમ તારીખે વિશ્વ એડ્સ દિવસ તેમજ બોર્ડર સિક્યુરીટી ફોર્સ બી.એસ.એફ. ના સ્થાપના દિવસની ગાંધીધામ ખાતે માનવતા ગ્રૂપ આદિપુર કચ્છ, રાષ્ટ્રીય સિંધી સમાજ તેમજ કચ્છ મલયાલી વેલ્ફર એસોસિયેશન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે વિવિઘ તાલીમ લીધેલ તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્રનું વિતરણ પણ ઉપસ્થિતિ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતુ.
વિશ્વના જનજીવનને કંપાવી દેનાર કાળમુખા કોરોના એ હજુ પણ વિશ્વનો પીછો મૂકતો નથી ત્યારે એચ. આઇ. વી. એઈડ્સ ની બીમારીને લોકોએ ભુલવું ના જોઈએ તે ક્યારેય પણ પુનઃ માથું ઉચકી શકે છે તેમ ઉપસ્થિત આગેવાનો સર્વશ્રી માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ પી. દનીચા, રાષ્ટ્રીય સિંધી સમાજના ગુજરાતના ઉપ પ્રમુખ મહેશ પી. આહુજા, કચ્છ મલયાલી વેલ્ફેર એસોસિએશન ના પ્રમુખ વી. પી. કે. ઊંની મેનન, પ્રકાશ રામચંદાની, જયશ્રી ખાલસા, જયશ્રી નાથાણી, સિયા કોરાની, મમતા આહુજા જણાવ્યું હતું સાથે સાથે પ્રથમ ડિસેમ્બર બોર્ડર સિક્યુરીટી ફોર્સની નો સ્થાપના દિવસ હોય દેશની સલામતી માટે સરહદ પર રાત દિવસ દરેક ઋતુમાં સખત પહેરો ભરતા વીર જવાનોને પણ આ પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતા અને સ્થાપના દિવસની સર્વે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને દેશવાસીઓ તરફથી અભિનન્દન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન નયના દનીચા, ભાવના ચૌહાણ , રુચિતા રોશિયા, શાંતા જેપાર, નયના પ્રજાપતિ, ભાવના ચૌહાણ , ગીતા ગરવા, કાજલ બડગા, રોશની દનીચા, ગાયત્રી ફુફલ, નેહા દનીચા, તેમજ ગ્રુપની બહેનો એ કર્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.