દામનગર સહિત સૌરાષ્ટ્રના ૧૧ રેલ્વે સ્ટેશનો પર બંધ કરાયેલ કોમ્પ્યુટર રિઝર્વેશન ફરી શરૂ કરવા રજુઆત કરાઈ

દામનગર સહિત સૌરાષ્ટ્રના ૧૧ રેલ્વે સ્ટેશનો પર બંધ કરાયેલ કોમ્પ્યુટર રિઝર્વેશન ફરી શરૂ કરવા રેલ્વેના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરતા સૌરાષ્ટ્ર પેસેન્જર એસો.ના સેક્રેટરી નિતિનભાઈ વોરા. ( અતુલ શુક્લ દ્વારા.). દેશના લોકલાડીલા મા.પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણું ભારત ડિજિટલ ઈંડિયા બને અને બધી જગ્યાએ ઓનલાઈન સેવા શરૂ કરી દેશને આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી અગ્રેસર બનાવવું,પરંતુ રેલ્વેના અધિકારીઓની અવળચંડાઇ અને મનમાનીને કારણે કેન્દ્ર સરકારની છબી ખરડાઈ રહી છે. સૌરાષ્ટ્રવાસીઓ ને સુવિધાઓથી વંચિત રાખીને પ્રગતિના માર્ગે અડચણ ઉભી કરી કૂટનીતિ રમવામાં આવી રહી છે..!! સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિયેશનના સેક્રેટરી નિતિનભાઈ વોરાએ દિલ્હી સ્થિત રેલ્વે બોર્ડના ચેરમેન અને CEO શ્રી સુનીત શર્મા,રેલ્વે મંત્રી અશ્વિની વેશ્નવ, રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન જરદોશ,ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર, ભાવનગર સ્થિત ડિવિઝન રેલ્વે મેનેજર અને ચીફ કમર્શિયલ મેનેજરને તા.૨૬-૧૧-૨૧ ના રોજ પત્ર પાઠવી રજુઆત કરી છે કે દામનગર, ઢસા,રાજુલા,શાહપુર, વાસજાલીયા, ધારી,લાલપુર,દેલવાડા,જામજોધપુર,ચુડા અને સાસણ ગીરના રેલ્વે સ્ટેશન પર કોમ્પુટર રિઝર્વેશન તુરંત શરૂ કરવા રજુઆત કરેલ હોવાનું નિતિનભાઈ વોરાએ દામનગર ના અતુલ શુકલને એક અખબારી યાદીમાં જણાવેલ છે. કેન્દ્ર સરકારની નેમ છે કે આધુનિકતાની સાથે તાલ મિલાવવા અને સિનિયર સીટીઝનસેવા,દિવ્યાંગો,મહિલાઓ અને ત્યાંના લોકોને રજળપાટ ન કરવી પડે તે અને ઘર આંગણે જનતા રિઝર્વેશન સેવા (PRS). મળી રહે તે માટે સૌરાષ્ટ્રના પ્રજાના પ્રતિનિધિઓ એવા સંસદ સભ્યોએ સરકારની ઈમેજ ખરાબ કરતા અધિકારીઓને નરેન્દ્રભાઈ મોદીની સુચના મુજબ પોતાની ફરજ બજાવે એવી કડક સૂચના આપે. અધિકારીઓને જનતાની સેવા માટે આપેલા પાવરનો સકારાત્મક રીતે ઉપયોગ કરી પબ્લીક ની સંપતિ એવા રેલ્વે તંત્રને સદ્ધર કરે એવો અભિગમ અપનાવવો જોઈએ.
રિપોર્ટ અતુલ શુક્લ દામનગર.