કમોસમી વરસાદના કારણે ડભોઇ નગર અને તાલુકાના ખેડૂતોને શિયાળુ પાક નિષ્ફળ જવાના એંધાણ
વરસાદના કારણે ડભોઇ નગર અને તાલુકાના ખેડૂતોને શિયાળુ પાક નિષ્ફળ જવાના એંધાણ
છેલ્લા બે દિવસ થી વરસી રહેલા કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને રાતા પાણી એ રોવા નો વારો આવ્યો છે.ભર શિયાળે કમોસમી વરસાદ ના કારણે ડભોઇ તાલુકા ના ખેડૂતો ને વ્યાપક પ્રમાણ માં નુકશાન થવા પામ્યું છે.એક સાંધતા તેર તૂટે જેવી પરિસ્થિતિ માં થી હાલ જગત નો તાત પસાર થઈ રહ્યો છે.ડભોઇ તાલુકા ના તરસાણા ગામ ના ખેડૂતો બે દિવસ થી પડી રહેલા કમોસમી વરસાદ ના પગલે આજરોજ ખેતર માંથી પાક બચાવવા ની કામગીરી કરતા ટ્રેકટર ભીની માટી માં ફસાઈ જતા જે.સી.બી ની મદદ લેવામાં આવી હતી.વેપારીઓ ઓ દ્વારા ખરીદી ન કરતા ખેડૂતો નો તૈયાર પાક ખેતર માં રહી ગયો હતો જે કમોસમી વરસાદ ના પગલે બગડી જતા ખેડૂતો ની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.ખેડૂતો ની માંગ છે કે તેઓને કુદરતી આફત થી થયેલ નુકશાન નું ગુજરાત સરકાર સર્વે કરાવી ખેડૂતો ને થયેલ નુકશાન નું વળતર ચૂકવી ખેડૂતો ને આર્થિક સહાય કરે એવી આશા વ્યક્ત કરી છે.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા