જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઘરેથી નીકળી ગયેલ દિકરીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવાયુ

જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઘરેથી નીકળી ગયેલ દિકરીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવાયુ
જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર સગીર દિકરી માટે ખરા અર્થમાં આશિર્વાદ રૂપ બન્યું
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ”સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. નવેમ્બર-૨૦૨૧ માસ દરમિયાન એક સગીર વયની દિકરી જે તેમના કાકા-કાકી સાથે રહેતી દીકરીને તેમના કાકા-કાકીનું મનમાં લાગી આવતા પરિવારને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ દિકરીનું પુનઃમિલન કરવામાં આવ્યું હતું.
નવેમ્બર-૨૦૨૧ માસ દરમિયાન એક સગીર વયની દિકરી જે તેમના કાકા-કાકી સાથે રહેતી હોય અને દીકરીને તેમના કાકા-કાકીનું મનમાં લાગી આવતા તેમનો પરિવાર મજૂરી કામ પર ગયેલ હોય ત્યારે દિકરી તેમના પરિવાર ને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. દીકરીને રડતા જોઈ જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન માં ફોન કરતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોચી અને દીકરીને “સખી” વન સ્ટોપ સેન્ટરમાં લાવેલ સેન્ટર દ્વારા દિકરીને આશ્રય આપવામાં આવેલ તેમજ તબીબી સહાય આપવામાં આવેલ હતી. દિકરીના પરિવારજનોને ચિંતા થતા શોધવા નીકળેલ તેમને જાણ થતા દીકરીના પરીવારે સેન્ટરમાં જઈ દીકરીના પરિવારનું અને દીકરીનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત દિકરીને અને તેના પરિવારને તેની ભૂલ નો અહેસાસ થતા દીકરીનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ. આમ સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ સગીર દિકરી માટે ખરા અર્થમાં આશિર્વાદ રૂપ સાબિત થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર પુરસ્કૃત મહિલા અને બાળ અધિકારીની કચેરી-જૂનાગઢ સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ દ્વારા હિંસા પીડિત મહિલાઓની નિ:શુલ્ક સેવા માટે હાલ જૂની સિવિલ હોસ્પિટલ, બન્સ વોર્ડ, ચિતાખાના ચોક(ફોન નં ૦૨૮૫ ૨૬૨૨૧૦૦)ખાતે કાર્યરત છે, ત્યાં મહિલાઓને વય/વર્ગ/જાતિ/શિક્ષણ/દરજજો/સંસ્ક્રુતિને ધ્યાનમાં લીધા વગર ૨૪/૭ નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે. સખી વન સ્ટોપ સેન્ટર પર મહિલાઓને લગતા ગુન્હાઓ જેવા કે, ઘરેલુ હિંસા સામે રક્ષણ/દહેજની માંગણીથી રક્ષણ/જાતીય સતામણી/એસિડ અટેક/અન્ય કોઈપણ મહિલાલક્ષી પ્રશ્નો માટે સમાધાન અને સહાય પુરી પાડવામાં આવે છે.