વેરાવળ : પોલીસ ભરતીની તૈયારી અર્થે પાલિકા દ્વારા મેદાન સાફ કરવામાં આવ્યા.

વેરાવળ ખાતે ડાભોર રોડ અને કેસીસી મેદાનમાં પોલીસ ભરતીની તૈયારી સારી રીતે થઈ શકે તે અર્થે પાલિકા દ્વારા મેદાન સાફ કરવામાં આવ્યા.
વેરાવળ ડાભોર રોડ પર આવેલ મેદાન માં પોલીસભરતી માટે અંદાજીત 100 થી 150 જેટલા બહેનો- ભાઈઓ મેદાન માં રનિંગ અને અન્ય પ્રેક્ટિસ કરવા રોજ સવારે 6 વાગ્યે આવે છે. મેદાન ની હાલત ખરાબ હોવાની અને ત્યાં બરાબર પ્રેક્ટિસ ન થતી હોવાની જાણ પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી ને થતાં તાત્કાલિક મેદાન માં પાણી ના ટાંકા અને ફાયર ફાઈટર મોકલી આખા મેદાનમાં પાણી નો છંટકાવ કરી રોડ રોલર ફેરવી મેદાન સમથળ કરાવવા આવ્યું.
સાથે સાથે હોસ્પિટલ સામેના ક્રિકેટ મેદાન માં પણ પાણી નો છંટકાવ કરી રોડ રોલર ફેરવવા માં આવ્યું.
બંને મેદાનો માં વેરાવળ તાલુકા ના દીકરા દીકરીઓ સારી રીતે પ્રેક્ટિસ કરી સકે તે માટે બંને મેદાન તૈયાર કરવામાં આવ્યા.વધુમાં પાલિકા પ્રમુખ પિયુષભાઈ એ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં સોમ મેરેથોન નુ આયોજન ભારત વિકાસ પરિષદ કરવા જઈ રહ્યું છે ત્યારે આ મેદાન બધાંને જુદી જુદી રમતો માટે ઉપયોગી થશે.
રિપોર્ટ : રાહુલ કારીયા,
વેરાવળ