બાબરા શહેર ને ગુજરાત ગેસ (એલ.પી.જી.) ની સુવિધા આપવા રજુઆત કરાઈ

બાબરા શહેર ને ગુજરાત ગેસ (એલ.પી.જી.) ની સુવિધા આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા બાબરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ નાં પ્રમુખ શ્રી મુન્નાભાઈ મલકાણ.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની રૂબરૂ મુલાકાત લઈને ચેમ્બર પ્રમુખશ્રી મુન્નાભાઈ મલકાણ દ્રારા રજૂઆત કરવામાં આવેલ કે બાબરા શહેરની આશરે ૩૦થી ૩૫ હજારની વસ્તી આવેલી છે જેમાં સાતથી આઠ હજાર રેસીડન્ટ આવેલ છે તેમજ ૧૫ જેટલી રેસ્ટોરન્ટ અને 30 થી વધારે ચાની દુકાનો આવેલી છે અને અમરેલી જિલ્લાના અમુક તાલુકાઓ વિકાસની દ્રષ્ટિએ પ્રથમથી જ પછાત આવેલ છે. તે પૈકી બાબરા નો પણ સમાવેશ થાય છે વળી એલપીજી ગેસ હાઉસ કનેક્શન ની કામગીરી ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવી રહી છે તેમાં પણ અમરેલી જિલ્લાના અમૂક તાલુકા માં એટલે કે અમરેલી ,લાઠી ,લીલીયા ,રાજુલા ,જાફરાબાદ તાલુકાઓ માં એલપીજી ગેસ પાઇપલાઇન નું ઘર સુધી નું જોડાણ આપવામાં આવ્યું છે.ત્યારે અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ગુજરાત ગેસ દ્વારા આ સુવિધાઓથી વંચિત રાખવામાં આવેલ છે જેથી અમારી આપ સાહેબને વિનંતી છે કે બાબરા શહેરની ઉપરોક્ત વસ્તી અને રેસિડેન્ટ ધ્યાને રાખીને બાબરા શહેરને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગેસ ની સુવિધાઓ ઝડપથી આપવામાં આવે તો લોકોને રાંધણગેસના બાટલો માંથી મુક્તિ મળે અને લોકોને પાઈપ લાઈન વડે રાધણગેસ ની સુવિધાઓ પ્રાપ્ત થાય તે અંગેની જરૂરી કાર્યવાહી આપ સાહેબને કક્ષાએથી થાય તેવી અમારી આપ સાહેબ પાસે માંગણી અને લાગણી છે.
રિપોર્ટ:ગોરધન દાફડા (બાબરા)