હળવદ માં માતા અને પુત્રએ દેહદાન નો સંકલ્પ કરી સમાજ ને પ્રેરણા પુરી પાડી

હળવદ માં માતા અને પુત્રએ દેહદાન નો સંકલ્પ કરી સમાજ ને પ્રેરણા પુરી પાડી
Spread the love

હળવદ માં માતા અને પુત્રએ દેહદાન નો સંકલ્પ કરી સમાજ ને પ્રેરણા પુરી પાડી

હળવદ શહેર મધ્યે રહેતા માતા વિજયાબેન અને પુત્ર કિશોરભાઈ એરવાડીયા એ દેહદાન નો સંકલ્પ કરી સમાજ ને પ્રેરણા પુરી પાડી

કિશોરભાઈ એ અત્યાર સુધી માં અ ધ ધ… 44 વખત રકતદાન કર્યું છે ત્યારે “યુવાની માં રકતદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન દેહદાન ” ના સૂત્ર ને ખરેખર ચરિતાર્થ કર્યું છે

હળવદ શહેર છોટાકાશી તરીકે જગ વિખત્યાત છે ત્યારે હળવદ માં અનેક મહાનપુરુષો એ જન્મ લઈને દેશ અને સમાજ ને અનેક વિશેષ સેવાઓ પુરી પાડી છે અને સમાજ ને નવો રાહ ચીંધ્યો છે જેમાં કિડની હોસ્પિટલ અમદાવાદ ના પ્રણેતા ભારત રત્ન ડૉ એચ.એલ.ત્રિવેદી , ખગોળ શાસ્ત્રી ડૉ જે.જે.રાવલ , ડિજિટલ ટેલિફોન યુગ માટે જેમનું વિશેષ યોગદાન છે તેવા શ્રી શામ પિત્રોડા સહિત હળવદ ના અનેક મહાપુરુષો એ દેશ અને દુનિયા ને નવો રાહ ચીંધ્યો છે ત્યારે તાજેતર માં જ હળવદ શહેર માં રહેતા માતા અને પુત્ર એ તેમના મૃત્યુ પછી દેહ દાન નો સંકલ્પ કરી અને સમાજ ને નવો રાહ ચીંધ્યો છે તેવા ધાર્મિક જીવન જીવતા માતા વિજયાબેન છગનભાઇ એરવાડિયા અને પુત્ર કિશોરભાઈ છગનભાઇ એરવાડિયા એમ બંને માતા પુત્ર એ સુરેન્દ્રનગર સ્થિત સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે દેહ દાન કરવા માટે સંકલ્પ પત્ર ભર્યું છે ત્યારે આ શુભ સંકલ્પ થી તેમના અંગો મૃત્યુ પછી પણ કોઈ ના શરીર માં ધબકતા રહેશે અને બાકી નો દેહ પણ મેડિકલ કોલેજ માં મેડિકલ વિદ્યાર્થીઓ ના વિદ્યા અભ્યાસ માટે ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે આ પ્રકારે માતા અને પુત્ર એ દેહ દાન નો એકસાથે સંકલ્પ કર્યો હોય તેવા કિસ્સાઓ ખૂબ જ નહિવત છે ત્યારે આ ઉમદા નિર્ણય થી એરવાડિયા પરિવારે આ વિસ્તાર સહિત દેશભર ના લોકો ને પહેલ કરી છે અને પ્રેરણા પુરી પાડી છે અત્રે ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ એરવાડિયા એ પાંચ વખત છપૈયા (અયોધ્યા) 1600 કી. મી ની પાંચ પાંચ વખત પદયાત્રા કરી છે અને બહુચરાજી અંબાજી અને માતા ના મઢ પણ સાયકલ અને પદયાત્રા કરી ચુક્યા છે અને કિશોરભાઈ એ અ ધ ધ… 44 વખત રકતદાન કરી અને અનેક દર્દી ની જિંદગી બચાવવા માં નિમિત બન્યા છે ત્યારે કિશોરભાઈ એ યુવાની માં રકતદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન ના સૂત્ર ને પોતાના જીવન માં ઉતારી અને ચરિતાર્થ કર્યું છે કિશોરભાઈ એરવાડિયા અને તેમના પૂજ્ય માતુશ્રી વિજયાબેન ના દેહદાન ના સંકલ્પ થી આ વિસ્તાર ને એક અનેરી પ્રેરણા મળી છે

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!