રાજકોટમાં ઘરેલુ સમસ્યાઓનો અંત લાવવાનું કાર્ય કરતી સંસ્થા યુવા સેના ટ્રસ્ટ

રાજકોટમાં ઘરેલુ સમસ્યાઓનો અંત લાવવાનું કાર્ય કરતી સંસ્થા યુવા સેના ટ્રસ્ટ
Spread the love

રાજકોટમાં ઘરેલુ સમસ્યાઓનો અંત લાવવાનું કાર્ય કરતી સંસ્થા યુવા સેના ટ્રસ્ટ

“પરિવારિક પ્રશ્નોનું નિરાકરણ લાવી અને પરિવાર ના આશિષ મેળવતી સંસ્થા ની વિવિધ સેવાકિય પ્રવૃતિને સલામ”

આજના આધુનિક યુગમાં નાની-નાની બાબતે પરિવારિક પ્રશ્નો માં પરિવારિક એકતા જળવાઈ રહે અને આજની આ કારમી મોંઘવારીમાં કોર્ટ-કચેરી પોલીસ મથક મા ફરિયાદો અંતર્ગત પરિવારિક માળામાં વિવાદના વીજ કરંટ જેવા તણખા અને પરિવારો ની આપશી એકતા ભાઈચારો માં વિવાદનું બીજ સ્વરૂપ ધારણ કરી ના સમજદાર લોકો અને સમાજના અગ્રણી આગેવાનોની નિષ્ક્રિયતા આયોજનના અભાવે ઘણા બધા પરિવારોમાં દરાર ના કારણે એકતાની કડી ટુટતી હોય એમ અખબારોના સમાચાર બનતી હોય છે ત્યારે રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા દ્વારા એવા અનેક પ્રજા ચિંતક કાર્યોમાં સેવાના ભાગરૂપે ઘરેલુ સમસ્યાઓના પ્રશ્નોને પણ ધ્યાને રાખી રહ્યા છે જેમકે ઘરેલું સમસ્યાઓના નિવારણ અને ગૃહજીવનમાં સમરસતા લાવવાના આશય સાથે સાથે યુવા સેના ટ્રસ્ટ દ્વારા રચિત સોશ્યલ કાઉન્સેલિંગ કમિટી તૂટતા પરિવારોને બચાવવા ને પુનઃ ઐકય કરાવવા માટે પ્રયત્નશીલ કાર્યમાં સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેમ રાજકોટ ના વિવિધ વિસ્તારો સહિત રાજકોટ જિલ્લાના પ્રશ્નો અંતર્ગત પ્રજા ચિંતન કાર્ય નિઃસ્વાર્થપણે સેવાકાર્ય મૌનભાવે કરનાર સંસ્થા એટલે રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત સામાજિક સેવા સંસ્થા એટલે યુવા સેના ટ્રસ્ટ. આ સંસ્થા દ્વારા અન્ન સેવા હોય, મેડિકલ સાધનોની સેવા હોય, શૈક્ષણિક સેવા હોય, જ્ઞાનદીપક જલાવતી લાયબ્રેરી/વાંચનાલયની સેવા, સર્વ જ્ઞાતિ મેરેજ બ્યુરો, ૩૬૫ દિવસ રકતદાન કેમ્પ, અબોલ જીવોની સેવા હોય કે પછી માનવસેવા જેવા દરેક કાર્યો સ્થાપક પ્રમુખ શ્રી પ્રદયુમનસિંહ ઝાલાના વડપણ હેઠળ કરવામાં આવી રહયા છે અને આવા સેવા કાર્યોમાં નીતિનવા સુધારા તેમજ ઉમેરા પણ અવારનવાર થતાં જ હોય છે. આવો જ એક સ્તુત્ય પ્રયાસ આજની ભાગદોડભરી લાઈફમાં છેલ્લા ઘણા સમયથી યુવા સેના ટ્રસ્ટ દ્વારા સોશ્યલ કાઉન્સેલિંગ કમિટીની રચના થકી હાથ ધરવામાં આવેલ છે, જેને આમ સમાજ તરફથી બહોળા પ્રમાણમાં આવકાર પણ મળી રહયો છે.

આજના ઝડપી યુગમાં સુખ–શાંતિ મેળવવા અને જીવન ટકાવવા માનવીના અવિરત પ્રયાસો છતાં પણ અનેક સમસ્યાઓ કેડો નથી મૂકતી. નાની-મોટી સમસ્યાઓએ માનવજીવનમાં તેમજ ગૃહજીવનમાં એક મોટો પગપેસારો કરી અનેક વિટંબણાઓને પણ નોતરી છે. આવા સંજોગોમાં તૂટતા પરિવારોને બચાવવા અને પુનઃ ઐકય કરવાના ભાગરૂપે ટ્રસ્ટના કાર્યાલય સેવાભવન, ભોલેનાથ સોસાયટી શેરી નં. ૪, અંકુર વિદ્યાલય મેઈન રોડ, રાજકોટ ખાતે ટ્રસ્ટના મહિલા કાર્યકર્તાઓ સુ.શ્રી દેવીકાબેન ગોનાડે (નિવૃત્ત પરિચારિકા (નર્સ), સીવિલ હોસ્પીટલ), વરિષ્ઠ પત્રકાર શ્રી મનિષભાઈ મહેતા (રાજકોટ), ભાવનાબેન (એડવોકેટ), હર્ષાબેન અનડા (એડવોકેટ), સોનલબેન વાછાણી (એમએસડબલ્યુ) અને સામાજીક કાર્યકર્તા દેવાંગ મહેતાની કમિટી સાંજે ૫ થી ૭ સુધી સમાજસેવાનું કાર્ય સમજી કૌટુંબીક કે ગૃહજીવનની સમસ્યાનો સુખદ ઉકેલ લાવવા પ્રયત્નશીલ છે. વિશેષમાં નોકરીયાત બહેનોને નોકરીના સ્થળે પણ કંઈ તકલીફ હોય તો તેમાં પણ યથાયોગ્ય કરવામાં આવશે. અહીં સોશ્યલ કાઉન્સેલીંગ મિટીમાં રજૂ કરવામાં આવતી સમસ્યાગ્રસ્ત પરિવારોની સમસ્યાની સંપૂર્ણ માહિતી ગોપનીય રાખવામાં આવશે અને તેનો ઉકેલ લાવવા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે. સમસ્યાગ્રસ્ત વ્યકિત કે પરિવારજને પ્રમુખ શ્રી પ્રયુમનસિંહ ઝાલા (મો.નં. ૯૯૧૩૩ ૧૦૧૦૦) ની અગાઉથી એપોઈન્ટમેન્ટ લઈને સંપર્ક કરવાનો રહેશે. જેથી અરજદારોને હાલાકી ન પડે જેની સર્વે અરજદારોએ નોંધ લેવા વિનંતી

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!