સુરતમાં અઢી વષૅની બાળકીનો રેપ કરી હત્યાં કરનારા નરાઘમ ને ફાંસીની સજા

સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં સેશન્સ કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી છે. સોમવારે સુરત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યાના ૨૨ દિવસના રેકોર્ડ સમયમાં ગુડ્ડુ યાદવને બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારે આજે સુરત કોર્ટે બળાત્કાર અને હત્યાના ગુનેગારને ફાંસીની સજાની જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ થયાના ૨૧ દિવસની અંદર કોર્ટે ૩૫ વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવને દોષિત ઠેરવ્યો હતો. પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોર સેકસ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એકટના વિશેષ ન્યાયાધીશ પીએસ કલાએ યાદવને દોષિત ઠેરવ્યો હતો. અગાઉ કોર્ટે પાંચ દિવસમાં સુનાવણી પૂરી કરી હતી, જેમાં ૪૨ સાક્ષી ચકાસવામાં આવ્યા હતા.સુરતના જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, ‘કોર્ટે પાંચ દિવસમાં સુનાવણી પૂર્ણ કરી છે અને ફરિયાદ પક્ષે ફાંસીની સજાની માંગ કરી છે. ફાંસીની સજાની અમારી માંગને સમર્થન આપવાં માટે કુલ ૩૧ ચુકાદાઓ ટાંકવામાં આવ્યાં છે.પોલીસે અગાઉ ગુનેગારની ધરપકડના સાત દિવસની અંદર ૧૫ નવેમ્બરે ૨૬૪ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, માસુમ બાળકીની ૪ નવેમ્બરના રોજ અપહરણ, બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી અને ૭ નવેમ્બરના રોજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજા દિવસે સીસીટીવી ફૂટેજનાં આધારે પોલીસે યાદવની ધરપકડ કરી હતી.પોલીસને GAIT વિશ્લેષણ, DNA પ્રોફાઇલિંગ, વિસેરા પરીક્ષણ અને સીસીટીવી ફૂટેજ વિશ્લેષણ જેવા વિવિધ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પરીક્ષણો ટૂંકા ગાળામાં કરવામાં આવ્યા હતા. પોલીસે CRPC કલમ ૧૬૪ હેઠળ ગુનાનું રી-કન્સ્ટ્રકશન, પરીક્ષણ ઓળખ પરેડ અને સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા.એટલું જ નહીં, તપાસ દરમિયાન પોલીસે કડીઓ મેળવવા માટે વિસ્તારના ૫૦૦ થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી અને શરૂઆતમાં સગીરના અપહરણની જાણ કરવામાં આવી ત્યારે ૨૦૦થી વધુ પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી. તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે સોમવારે આરોપી ગુડ્ડુ યાદવને દોષિત ઠેરવ્યો હતો અને મંગળવારે તેને ફાંસીની સજા સંભળાવી હતી.
રિપોર્ટ : સુનિલ ગાંજાવાલા
સુરત