વડનગર માં સી આર પાટીલ ના પોગ્રામ દરમિયાન 20 થી વધુ પાકીટ ચોરાયા હોવાની બૂમ રાડ

વડનગર માં સી આર પાટીલ ના પોગ્રામ દરમિયાન 20 થી વધુ પાકીટ ચોરાયા હોવાની બૂમ રાડ
– શહેર ભાજપ પ્રમુખે નોંધાવી પોલીસ ફરિયાદ
– મોટા રાજકીય ધુરંધરો ના પાકીટ ચોરાયા
મહેસાણા જિલ્લા માં ગઈ કાલે વડનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની અધ્યક્ષતા માં સંવિધાન ગૌરવ યાત્રા નું વડનગર ખાતે સમાપન થયું હતું એ કાર્યક્રમ દરમિયાન અંદાજે 1500 જેટલી સંખ્યા માં લોકો જોડાયા હતા જોકે આ પોગ્રામ માં અંદાજે 20 થી વધુ લોકો ના પાકીટ ચોરી થયા હોવાની વિગતો મળી રહી છે તેમજ હાલ માં વડનગર પોલીસ મથકે શહેર ભાજપ પ્રમુખે પોતાના પાકીટ ચોરી થયા હોવની ફરિયાદ પણ નોંધાવી છે
વડનગર ખાતે ગઈ કાલે યોજાયેલા સંવિધાન ગૌરવ યાત્રા સમાપન કાર્યક્રમ માં ચોરી એ મોટા ધુરંધરો ના ખીચા ખાલી કર્યા હોવાની ચર્ચા હાલ માં સમગ્ર વડનગર સહેર અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ માં વહેતી થઈ છે જોકે પોગ્રામ દરમિયાન વડનગર સ્ટેશન, તાનારીરી , બીએન હાઇસ્કુલ આસપાસ કેટલાક કાર્યકર્તાઓ ના પકીટ ચોરી થતા બુમરાડ પડી હતી જોકે ખુદ શહેર ભાજપ પ્રમુખ રાજેન્દ્ર મોદી નું પાકીટ ચોરાય બાદ તેઓએ આજે સાંજે વડનગર પોલીસ મથક માં અજાણ્યા ચોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓના જરૂરી ડોક્યુમેન્ટ અને રૂપિયા પાંચ હજાર પાકીટ સહિત કોઈ ચોર ચોરી ગયું હતું
જોકે આ અંગે ફરિયાદી બનેલા રાજેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે ગઈ કાલે પોગ્રામ દરમિયાન ઊંઝા APMC ચેરમેન,વડનગર ભાજપ મહામંત્રી,એચ આર પઠાણ એડવોકેટ,સહિત અંદાજે 25 થી વધુ લોકો ના પાકીટ ચોરી થાય હોવાનું જણાવ્યું હતું